વડોદરા લાવવામાં આવશે : પોલીસ દ્વારા તપાસ કરાશે
સરખેજ ભારતી આશ્રમનાં વિવાદમાં ગૂમ થયા હતાં
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ સરખેજ ભારતી આશ્રમનો વિવાદ શરૂ થયો હતો. આ વિવાદથી કંટાળી હરિહરાનંદ ભારતીબાપુ અચાનક વડોદરાની ગુમ થયા હતાં. હરિહરાનંદ ભારતીબાપુ મહારાષ્ટ્રનાં નાસીકથી મળી આવ્યાં છે. બપોર સુધીમાં વડોદરા લાવવામાં આવશે. અહીં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવનાર છે.
એકાદ વર્ષ પહેલા મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા હતાં. સરખેજ ભારતી આશ્રમનાં વહીવટને લઇ વિવાદ શરૂ થયો હતો. જેના પગલે મહામંડલેશ્વર ભારતીબાપુ અચાનક ગુમ થઇ ગયા હતાં. બાદ તેમનો એક વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થયો હતો.જેમાં સરખેજ ભારતી આશ્રમનાં વિવાદથી કંટાળી જતા રહ્યાંનું કહ્યું હતું. આ અંગે વડોદરા પોલીસમાં ગુમ થયાની અરજી કરાઇ હતી. બાદ પોલીસે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી. ત્યારે મહામંડલેશ્ર્વર હરિહરાનંદ ભારતીબાપુ નાસિક નજીકથી એક કારમાં મળી આવ્યા છે.
- Advertisement -
બાપુને તેમના સેવાકે જ શોધી કાઢ્યા છે અને આજે બપોર સુધીમાં તેમને વડોદરા લાવવામાં આવશે. વડોદરા લાવવામાં આવ્યા બાદ તેમને વાડી પોલીસ સ્ટેશન તેમજ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં અધિકારીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે.જોકે હરિહરાનંદ ભારતીબાપુ મળી આવતા પોલીસ અને સાધુ સંતો તેમનાં શિષ્યોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જૂનાગઢનાં મનોજભાઇ જોબનપુત્રાએ નાસીકથી મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ મળી આવ્યાની વાતને સમર્થન આપ્યું હતું.
વિવાદ પરથી પડદો ઉંચકાશે
મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતીબાપુ સરખેજ આશ્રમનાં વિવાદને લઇ જતા રહ્યાં હતાં. તેવો નાસીકથી મળી આવ્યાં છે. પોલીસ હવે આગળની તપાસ શરૂ કરી છે. બાપુની પુછપરછમાં સરખેજ આશ્રમનાં વિવાદ પરથી પડદો ઉંચકાશે. સોશ્યલ મિડીયા પર વાયરલ થયેલા વિડીયાનાં અનેક સવાલ જવાબ હવે મળશે. તેમને કોણ દબાણ કરતું હતું ? કોણે ખોટું વીલ કર્યું હતું ? સહિતનાં સવાલનાં જવાબ હવે બાપુ મળી આવ્યા બાદ મળવાની સંભાવનાં છે.
સરખેજ આશ્રમમાં ઋષિભારતી બાપુ અને ભવનાથ આશ્રમમાં હરિહરાનંદ ભારતીબાપુનાં નામે વીલ
બ્રહ્મલીન ભારતીબાપુનું વીલ હાલ સોશ્યલ મિડીયા પર વાયરલ થયું છે. વીલમાં બ્રહ્મલીન ભારતીબાપુએ ઉલ્લેખ કર્યો છે કે,મારા બ્રહ્મલીન થયા બાદ ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટ સરખેજ અમદાવાદની ગાદીએ હરિહરાનંદનાં શિષ્ય ઋષિભારતીબાપુની સાધુ સંતોનાં નિયમ મુજબ નિયુકત કરૂ છું. જયારે ભારતી આશ્રમ ગુરૂકુલ સેવા ટ્રસ્ટ ભવનાથનાં ટ્રસ્ટમાં મારા શિષ્ય સ્વામી હરિહરાનંદ ભારતીની સાધુ સંતોનાં નિયમ મુજબ આજીવન મેનેજીંગ ટ્રસ્ટી તરીકે નિયુકત કરૂ છું. તેમજ મનોજભાઇ જોબનપુત્રાને જોઇન્ટ મેનેજીંગ ટ્રસ્ટી તરીકે નિમણુંક કરૂ છું.
9 લોકોનાં નિવેદન લેવાયાં
વડોદરાથી હરિહરાનંદ ભારતીબાપુ ગુમ થયા હતાં. આ ઘટના બાદ પોલીસે હરિહરાનંદ ભારતીબાપુ જોડાયેલા અને સરખેજ આશ્રમ સાથે જોડાયેલા નવ લોકોનાં નિવેદન લીધા હતાં.
હરિહરાનંદ ભારતી બાપુને શોધવા માટે LCBની 4 ટીમ કામે લાગી હતી
વડોદરાથી હરિહરાનંદ ભારતીબાપુ ગુમ થયા બાદ વડોદરા પોલીસ કામે લાગી હતી. તેમને શોધવા માટે એલસીબીએ જુદી જુદી 4 ટીમ બનાવી હતી. ભારતી આશ્રમ આવેલા તે તમામ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. તેમજ હરિહરાનંદ ભારતીબાપુને શોધવામાં તેમનાં શિષ્યો, સાધુ-સંતો પણ જોડાયા હતાં.