જેલ ક્લાર્ક પરિવાર સાથે ઉજજૈન ગયા હતા : ચોર સુરતમાંથી પકડાઈ પણ ગયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
શહેરની નેમિનાથ સોસાયટીમાં રહેતા અને જેલમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંતભાઇ મગનભાઇ પરમાર ઉ.56એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ચોરી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે બે પુત્ર, પુત્રવધૂ અને પત્નિ સાથે ગત 12 તારીખે ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે ઘરને તાળા મારીને ગયા હતાં. ગઇકાલે 15મીએ સાંજે સાડા ચારેક વાગ્યે પરત રાજકોટ આવ્યા ત્યારે દરવાજાનું તાળુ હેમખેમ હતું તે ખોલીને અંદર જતાં બધો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો ચોરી થયાની ખબર પડતા તપાસ કરતાં નીચેના બે રૂમના ત્રણ કબાટ અને ઉપરના મે રૂમના ત્રણ કબાટમાંથી સોના ચાંદીના દાગીના જેમાં સોનાનું મંગલસુત્ર 90 હજારનું, સોનાનુ નાનુ મંગલસુત્ર 30 હજારનું, સોનાનુ તનમનીયુ 15 હજારનું, સોનાની બે વીંટીઓ 15 હજારની, બ્રેસલેટ બે રૂા. 90 હજારના, બુટી ત્રણ જોડી રૂા. 60 હજારની, સોનાની કડલી રૂા. 90 હજારની, ચાંદીના દાગીના 250 ગ્રામના આશરે 10 હજારના, ટાઇટન કંપનીની ઘડીયાળ 8 નંગ 8 હજારની, ડેલ કંપનીનું 20 હજારનું લેપટોપ, સોની કંપનીનો કેમેરો રૂા. 20 હજારનો અને રોકડા 50 હજાર મળી 4.89 લાખની માલમત્તા ગાયબ જણાઇ હતી બનાવ અંગે કંટ્રોલમાં જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ ગોહિલ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી દરમિયાન ચોર સુરતમાં મુદામાલ સાથે પકડાઈ ગયો હોવાનું સ્થાનિક પોલીસને જણાવતા સુરત પોલીસ પાસેથી કબજો લેવા તજવીજ હાથ ધરી છે.
બીજી તરફ રેલનગર અમૃત રેસીડેન્સીમાં રહેતાં અને નિવૃત જીવન જીવતાં ઘનશ્યામભાઇ ચતુરભાઇ કાલીયા ઉ.60 નામના વૃધ્ધએ ઘરમાંથી 30 હજારની ચોરી થયા અંગે પ્ર.નગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પત્ની તારીખ 9ના રોજ માઉન્ટ આબુ ઓમ શાંતિની શીબીરમાં ગયા હતાં પોતે 10મીએ ઘરને લોક કરી વાંકાનેર ભાટીયા સોસાયટીના જુના મકાને ગયા હતાં. ગઇકાલે પરત આવયા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી. તસ્કરો ઘરમાંથી સોનાનુ મંગળસુત્ર અને ચાંદીની જાંજરી મળી રૂા. 30 હજારની મત્તા ચોરી ગયા હતાં.