-મોટા ભાગના આવા લોકો માનવ અધિકારોથી રહે છે વંચિત
સંયુકત રાષ્ટ્રનું કહેવું છે કે, દુનિયામાં 44 લાખ એવા કમનસીબ લોકો છે. જેમની પાસે કોઈ દેશની નાગરિકતા નથી, એજન્સીએ એમ પણ જણાવ્યું હતું કે વાસ્તવિક આંકડો આથી પણ મોટો હોઈ શકે છે. રાષ્ટ્રીયતા વિના, કોઈ દેશની નાગરિકતા વિના રહેતા લોકો ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યા છે. મોટેભાગે આવા લોકોને માનવ અધિકારોથી વંચીત રાખવામાં આવે છે.
- Advertisement -
સંયુકત રાષ્ટ્રનીય શરણાર્થી એજન્સી યુએનએચસીઆરે આ રીપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે કોઈપણ દેશમાં માન્યતા પ્રાપ્ત ન થવાના કારણે રાજયવિહિન લોકોને હંમેશા માનવ અધિકાર અને પાયાની સેવાઓથી વંચીત રાખવામાં આવે છે. જેથી તેઓ હંમેશા રાજનીતિક અને આર્થીક રીતે હાંસીયામાં ધકેલાય જાય છે. અને ભેદભાવ અને શોષણનો તેમને સામનો કરવો પડે છે.
આવા લોકોએ લઘુમતી સમુદાય કરતા વધુ સંખ્યામાં છે જે ગરીબ અને હિંસાનો સામનો કરી રહ્યા છે. કોઈ નાગરિકતા વિના તેમનું જીવન નરક બની ગયું છે અને તેઓ ખરાબ હાલતનો સામનો કરી રહ્યા છે.
સંયુકત રાષ્ટ્ર શરણાર્થી પ્રમુખ ફિલીયો ગ્રાંડીએ જણાવ્યું હતું કે અનેક કેસોમાં તેનો કાનૂની અને નીતિગત ફેરફારથી હલ કરી શકાય છે. હું દુનિયાભરના દેશોને તત્કાલ કાર્યવાહી કરવા અને એ નિશ્ર્ચિત કરવાનું આહવાન કરું છું કે કોઈપણ પાછળ ન રહે. આ આંકડા ત્યારે આવ્યા જયારે યુએનએચસીએ આ મુદા પર પોતાના આઈબેલોંગ અભિયાનની 9મી વર્ષ ગાંઠ ઉજવી હતી.