ખાસ-ખબર સંવાદદાતા
36મી નેશનલ ગેમ્સમાં હોકીની સ્પર્ધાના ત્રીજા દિવસે રાજકોટના મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે કુલ ચાર મેચ રમવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ મેચ હોકી પુરુષ ટીમનો કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે રમાયેલો હતો. જેમાં કર્ણાટકની ટીમ 5-1 ગોલ સાથે વિજેતા બની હતી.
બીજી મેચ ઉત્તરપ્રદેશ તેમજ ઝારખંડ વચ્ચે રમાઈ હતી. જેમાં ઉત્તર પ્રદેશની ટીમે 4-1 થી મેચ જીતી હતી. જ્યારે ત્રીજી મેચ મહારાષ્ટ્ર તેમજ હરિયાણા વચ્ચે રમાઈ હતી, મહારાષ્ટ્રની ટીમે 3-1 થી મેચ જીતી હતી. ચોથી મેચ બંગાળ તેમજ ગુજરાત વચ્ચે રમાયેલી, જેમાં બંગાળની ટીમ 8-2 થી વિજેતા બની હતી.
- Advertisement -
કર્ણાટક 05
તમિલનાડુ 01
ઉત્તરપ્રદેશ 04
ઝારખંડ 01
મહારાષ્ટ્ર 03
હરિયાણા 01
બંગાળ 08
ગુજરાત 02