મંદિરા બેદી અને રાજના લવ મેરેજ થયા હતા અને વર્ષ 1999માં બંનેએ લગ્ન કર્યા હતા. રાજ અને મંદિરાની પહેલી મુલાકાત એડ-ફિલ્મ બનાવનારી કંપનીમાં કામ કરતી વખતે થઇ હતી.
- Advertisement -
બોલીવુડ અભિનેત્રી મંદિરા બેદી આજનો દિવસ કદાચ જ પોતાના મનમાંથી ભૂલી જાય. ગયા વર્ષે આજના દિવસે તેના પતિ રાજ કૌશલે તેને છોડીને દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. મંદિરા બેદી માટે એક વર્ષ ખૂબ મુશ્કેલીભર્યુ રહ્યું. પતિના નિધન બાદ મંદિરા બેદી એકલા પોતાના બંને બાળકોને સંભાળી રહી છે. આ મોટા દુ:ખમાંથી બહાર આવીને તે પાછી કામે પરત આવી છે. પરંતુ અંદર-અંદર તે કેટલા દુ:ખથી ઝઝૂમી રહી છે, તે કદાચ તેનાથી વિશેષ કોઈ જાણી નહીં શકે. તેના પતિની પહેલી પુણ્યતિથી પર મંદિરા ખૂબ લાગણીશીલ થઇ.
મંદિરા બેદીના પતિને ગુજર્યાને એક વર્ષ પૂર્ણ થયુ છે. આજે એટલેકે 30 જૂન 2021ના દિવસે તેના પતિ રાજ કૌશલનુ હાર્ટ એટેકના કારણે નિધન થયુ હતુ. પતિની પુણ્યતિથી પર મંદિરા ખૂબ લાગણીશીલ થઇ અને તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. ઈન્સ્ટાગ્રામમાં તેના તરફથી કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું છે, ‘365 દિવસ તમારા વિના.’ આ સાથે તેમણે તુટેલા દિલની ઈમોજી પણ બનાવી છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘મેં તુમ્હેં યાદ કર રહી હૂં રાજી.’
https://www.instagram.com/p/CfaV1EuIQ1d/
- Advertisement -
સેલિબ્રિટી વધારી રહ્યાં છે હિંમત
મંદિરાએ જેવી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી કે અનેક સેલિબ્રિટીઓ પણ ઈમોશનલ થયા છે. બધા તેની હિંમત વધારી રહ્યાં છે. નેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તીએ પણ કોમેન્ટ કરીને તેનો ઉત્સાહ વધાર્યો છે. માત્ર સેલિબ્રિટીઓ નહીં પરંતુ પ્રશંસકો અને મિત્રોએ કોમેન્ટ કરી મંદિરાને પ્રેમ આપવાનુ શરૂ કર્યુ છે. મંદિરા બેદીની આ પોસ્ટ પરથી અંદાજો લગાવી શકાય છે કે આ એક વર્ષમાં તેનો દરેક દિવસ કેવીરીતે કપાયો હશે.