ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે આજે સીએમ રૂપાણીએ ફરીથી કેબિનેટ બેઠક બોલાવી છે.
- CMની અધ્યક્ષતામાં બેઠક
- ગ્રામીણ વિસ્તારમાં કેસ પર ચર્ચા
- વેક્સિનેશન અંગે થશે ચર્ચા
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
- Advertisement -
ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે ગઈકાલે રાજ્યમાં લાગેલા પ્રતિબંધોની અવધિને લંબાવી દેવામાં આવી છે. રાજ્યમાં 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ સહિતના જે પ્રતિબંધ લાગ્યા છે તે બધા હવે 18 મે સુધી લાગુ રહેશે ત્યારે આજે ફરી CM રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક થવા જઈ રહી છે.
કોરોનાની ત્રીજી લહેર મુદ્દે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા
રાજ્યમાં વધતાં કોરોના વાયરસના કેસની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે સીએમ રૂપાણીએ કેબિનેટની બેઠક બોલાવી છે જેમાં માનવામાં આવી રહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ કોરોના વાયરસ સામે લડવા માટે વેક્સિનેશન પર પણ ચર્ચા સંભવ છે. બીજી તરફ કોરોનાની બીજી લહેરથી બોધપાઠ લઈને સરકારે ત્રીજી લહેર માટે શું તૈયારી કરવી તે મુદ્દે પણ ચર્ચા બાદ કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
- Advertisement -
ખાતરના વધેલા ભાવ મુદ્દે કેબિનેટ બેઠકમાં થશે ચર્ચા
આ સિવાય રાજ્યમાં ચોમાસાને લઈને પ્રિ-મોન્સુન કામગીરીની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે તથા હાલમાં જ ખાતરના વધેલા ભાવ પર પણ રાજ્યની સરકાર મહામંથન કરશે.
કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો
ગુજરાતની 8 મનપા સહિતના 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય યથાવત રખાયો છે. આગામી 18 મે સુધી રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂ યથાવત રહેશે. રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આ શહેરોમાં કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે. કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૧૨ મે-ર૦ર૧ થી તા. ૧૮ મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે. રાજ્યમાં ચશ્માની દુકાનોને મેડીકલ સર્વિસ – આરોગ્યલક્ષી સેવા સંલગ્ન ગણીને તે પણ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.