ઉતરપ્રદેશમાં ધરખમ ઊંચા ભાવ નકકી થયા
ખુરશીનુ ભાડું રૂા.6 અને લાઉડ સ્પીકરના રોજના 600
ખાસ-ખબર ન્યૂઝ ગોરખપુર, તા.19
- Advertisement -
ઉતરપ્રદેશ લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર માટે ચૂંટણી ખર્ચ નકકી કરાયો છે. ઉમેદવારના ચુંટણી ખર્ચ પર ચુંટણી પંચની સતત નજર રહેશે. જે મુજબ નેતાજીના હાર માટે 35 રૂપિયા ફાઈબરની ખુરશી દીઠ 6 રૂપિયા, સ્ટીલની ખુરશીદીઠ 10 રૂપિયા સહિત ઉમેદવારના કુલ ખર્ચ માટે સીમા 80 લાખ નકકી કરાઈ છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ નામાંકન બાદ જ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર વોચ રાખવી શરૂ થઈ જશે. તેમણે રોજના ખર્ચનું રજીસ્ટર તૈયાર કરીને સમયાંતરે વ્યય સમીતીના સભ્યોની સામે રજુ કરવું પડશે. ચૂંટણી દરમિયાન 72 પ્રકારના ખર્ચની જિલ્લા પ્રશાસને રેટ લિસ્ટ તૈયાર કર્યું છે.
નેતાજીને ગજરાના ફુલોની એક માળા પહેરાવવા પર 35 રૂપિયા અને સભાઓ, રેલીઓ અને જનસંપર્ક દરમિયાન નેતા કે કાર્યકર્તાઓના માથે પાર્ટીની ટોપી દેખાઈ તો 20 રૂપિયાના હિસાબે તેનો ખર્ચ પણ જોડી દેવાશે. આ જ રીતે માઈક્રોફોન સહિત લાઉડસ્પીકરનું એક દિવસનું ભાડુ 600 રૂપિયા, મંચના ખર્ચના 50 રૂપિયા દર વર્ગ ફુટે, ઝંડીના 100 રૂપિયા અને કપડાના ઝંડાના 200 રૂપિયા દર મિટરના હિસાબે જોડવામાં આવશે. આ ઉપરાંત એસી હોટેલનું ભાડુ 2 હજાર રૂપિયા રોજના નકકી કરાયા છે.
જનસંપર્કમાં લકઝરી ગાડીઓ ચલાવવા પર એક દિવસનું ગાડીનું ભાડુ 4500 રૂપિયા ખર્ચમાં જોડાશે. આ જ રીતે પાણીની બોટલ માટે 15 રૂપિયા અને જાર માટે 20 રૂપિયા એક કિલો લાડુ કે પેંડા માટે 240 રૂપિયા નકકી થયા છે. કુલ ખર્ચની સીમા 80 લાખ નકકી છે.