મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક મોટો દાવ ખેલ્યો છે. મધ્યપ્રદેશમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને 35 ટકા અનામત આપવાનો ફેસલો કર્યો છે.
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ફેસલો એ સમયે લીધો છે. જયારે હાલમાં જ કેન્દ્ર સરકારે લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાનો કાયદો બનાવ્યો છે.
- Advertisement -
શિવરાજસિંહે મહિલા દિવસ પર આ મુદે એલાન કર્યું હતું કે મહિલા અનામતમાં વધારો કરવામાં આવશે. સામાન્ય પ્રશાસન વિભાગને આ મામલે સૂચના જાહેર કરી દેવાઈ છે. રાજયમાં અત્યાર સુધી 33 ટકા મહિલાઓ માટે અનામત હતી જે 35 ટકા કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજયમાં કુલ 2 કરોડ 62 લાખ મહિલા વોટર છે એટલે કે 49 ટકા મતદાર છે, ‘મામા’ એ ‘ભાણી’ ઓને ખુશ કરવા આ દાવ ખેલ્યો છે.