રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા જિલ્લાના 34 જેટલા નાયબ મામલતદારોની બદલીના ઓર્ડરો ઇસ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં 26ને નાયબ મામલતદારોને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. જેમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ફરજ બજાવતા કે.એમ.હાસલીયાને વિધાનસભાની ચૂંટણી માટે કલેકટર કચેરીમાં નવી ઉભી કરાયેલ જગ્યા પર નાયબ મામલતદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. આવી જ રીતે રાજકોટ જિલ્લા મામલતદાર કચેરીના એસ.એચ.જેસડીયા તથા સ્ટેમ્પ ડયુટી મૂલ્યાંકન કચેરીના એમ.પી.ઉપાધ્યાયને પણ કલેકટર કચેરી ખાતે નવી ઉભી કરાયેલ જગ્યા પર વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ફરજ સોંપવામાં આવી છે. આવી જ રીતે રાજકોટ જમીન સંપાદન અધિકારીની કચેરીના એમ.એન.સોલંકીને પણ વિધાનસભાની ચૂંટણી માટે મધ્યાહન ભોજન યોજના કચેરી રાજકોટ ખાતે બદલી કરી મુકવામાં આવેલ છે.
આ ઉપરાંત પ્રાંત કચેરી રાજકોટ ખાતેે ફરજ બજાવતા એચ.ડી.રૈયાણી, વર્ષાબેન વેગડા, એમ.ડી.રાઠોડ, બી.એચ.કાછડીયાને પણ ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. જેમાં રૈયાણીને રાજકોટ કલેકટર કચેરી, વર્ષાબેન વેગડાને પણ રાજકોટ કલેકટર કચેરી ખાતે ઉપરાંત એમ.ડી.રાઠોડને નાયબ કલેકટર કચેરી રાજકોટ ખાતે હંગામી બદલી કરી મુકવામાં આવેલ છે.