શહેરમાં અધૂરા રહેલા વિકાસ કાર્યો ઝડપભેર પુરા કરાશે: ડે.મેયર કોટેચા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
- Advertisement -
જૂનાગઢ મહાનગર પાલિકા સેવા સદનને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિકાસ કામો માટે 34 કરોડની ગ્રાન્ટ ફાળવી ચેક અર્પણ કર્યો હતો આ 34 કરોડની ગ્રાન્ટ મનપાને મળતા વિકાસ કાર્યોમાં વધુ ગતિ આવશે.
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સમગ્ર ગુજરાતની નગર પાલિકા અને મહાનગર પાલિકાને વિકાસ કામોને વેગ આપવા માટે જરૂરિયાત મુજબની ધન રાશીનાં ચેકનું વિતરણ ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં વરદ હસ્તે કરવામાં આવેલ જેમાં જૂનાગઢનાં ડેપ્યુટી કમિશનર તથા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા રૂ. 34 કરોડનો ચેકનો સ્વીકાર કરી આ રકમ જૂનાગઢનાં વિકાસને વેગવંતો બનાવશે તેવી ખાતરી સાથે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આપીને આભાર વ્યક્ત કરેલ હતો.આ 34 કરોડનો ચેક મુખ્યમંત્રી હસ્તે મનપાને અર્પણ થતા હવે સ્ટેન્ડિંગ કમિટીને શહેરના 1 થી 15 વોર્ડમાં અધૂરા રહેલા કામોને ઝડપ ભેર પુરા કરવા ફાળવણી કરવામાં આવશે.