મેનહેટન કોર્ટમાં 57 મિનિટની સુનાવણી : ટ્રમ્પના જામીન કે ધરપકડ અંગે કોઈ ચુકાદો ન આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર મંગળવારે મેનહટનની કોર્ટમાં 34 આરોપો સુનિશ્ચિત કરવામાં આવ્યા. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે અફેર હોવાના અને તેને ચૂપ કરવા માટે તેને પૈસા ચૂકવવાના કેસમાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટમાં કહ્યું કે તેમણે કોઈ ગુનો કર્યો નથી. તેમ જ તેમના બિઝનેસ રેકોર્ડમાં કોઈ વિસંગતતા જોવા મળી નથી. મેનહટન કોર્ટે ટ્રમ્પના જામીન કે ધરપકડ અંગે કોઈ ચુકાદો આપ્યો ન હતો. ઈગગના અહેવાલ મુજબ આગામી સુનાવણી 4 ડિસેમ્બરે થશે. સુનાવણી બાદ ઘરે પહોંચ્યા ટ્રમ્પ, સમર્થકો અને મીડિયા વચ્ચે 25 મિનિટના ભાષણમાં 3 મોટા નિવેદન આપ્યા. 57 મિનિટની સુનાવણી બાદ ટ્રમ્પ ન્યૂયોર્કથી તેમના ફ્લોરિડાના ઘર ’માર-એ-લાગો’ પહોંચ્યા. અહીં તેમણે જનતા અને મીડિયા સમક્ષ ભાષણ આપ્યું હતું. અહીં ટ્રમ્પે કહ્યું, “મેં ક્યારેય વિચાર્યું નહોતું કે અમેરિકાના ઈતિહાસમાં આવું કંઈક થશે. મેં એક માત્ર ગુનો કર્યો છે કે જેઓ દેશને નષ્ટ કરવા માગે છે તેમનાથી નિર્ભયતાથી મારા દેશની રક્ષા કરું.”
ટ્રમ્પે કહ્યું, આપણો દેશ નરકમાં જઈ રહ્યો છે. દુનિયા આપણા પર હસી રહી છે. મારી સામે કોઈ નક્કર પુરાવા નથી. લીગલ એક્સપર્ટ્સનું પણ આવું જ કહેવું છે કે કોઈ કેસ કરતું જ નથી. 2024માં થનારી ચૂંટણીમાં દખલ કરવા માટે ખોટો કેસ બનાવવામાં આવ્યો છે. તેને તરત જ નામંજૂર કરી દેવો જોઈએ. ટ્રમ્પે આ ભાષણમાં ન્યૂયોર્ક સુપ્રીમ કોર્ટના જજ જુઆન મર્ચન્ટની દીકરીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું- સુનાવણી એવા જજે કરી છે, જેઓ મને નફરત કરે છે. જજની પત્ની અને તેનો આખો પરિવાર મને નફરત કરે છે. જજની દીકરી કમલા હેરિસ માટે કામ કરે છે. હવે તેને બાઇડેન-હૈરિસ કેમ્પિનમાંથી રૂપિયા મળી રહ્યા છે.