ગૃહ મંત્રાલયે કરી જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
મંગળવારે (12 ડિસેમ્બર 2023) ગૃહ મંત્રાલયે ગુજરાતમાં તાજેતરમાં ત્રાટકેલા બિપરજોય ચક્રવાતના કારણે થયેલી તારાજી અને નુકશાનના વળતરરૂપે ₹338.24 કરોડ રૂપિયાની આર્થિક સહાય મંજુર કરવામાં આવી છે. તો બીજી બાજુ કુદરતી આફતોથી થયેલા નુકશાન માટે હિમાચલ પ્રદેશને ₹633.73 કરોડની સહાય કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડામાં થયેલા અસરગ્રસ્તોને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ગૃહમંત્રાલય દ્વારા કરવામાં આવી છે. આ પહેલાં ગુજરાત સરકાર દ્વારા જઉછઋ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) અંતર્ગત ₹584 કરોડ જેટલી રકમ ચુકવવામાં આવી હતી. ત્યારે હવે ગઉછઋ (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) દ્વારા ₹338.24 કરોડ જેટલી રકમ અસરગ્રસ્તો માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશને પણ ગઉછઋ દ્વારા ₹633.73 જેટલી રકમની આર્થિક સહાય કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં થયેલી કુદરતી આફતોથી પ્રદેશમાં ભારે નુકશાન થયું હતું.
કેન્દ્રની ગૃહ મંત્રાલય દ્વારા અસરગ્રસ્તોને કરવામાં આવેલી સહાયની જાણકારી ગૃહમંત્રી અમિત શાહે પોતાની ડ પ્રોફાઈલ પર પોસ્ટ કરી હતી. અહેવાલો અનુસાર કેન્દ્રની ગૃહમંત્રાલય દ્વારા દક્ષિણ-પશ્ર્ચિમના ચોમાસાં દરમિયાન આવેલા પુર, વાદળ ફાટવું અને ભૂસ્ખલન જેવી ગંભીર કુદરતી આપદાઓમાં પ્રભાવિત થયેલા હિમાચલ પ્રદેશને ગઉછઋ દ્વારા ₹633.73 કરોડ રૂપિયાની વધારાની સહાયની પણ મંજુરી આપી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આવેલા બિપરજોય ચક્રવાતે રાજ્યના અનેક જિલ્લાઓમાં તારાજી સર્જી હતી. આ ભયંકર વાવાઝોડાના કારણે ગુજરાતના જુનાગઢ, પોરબંદર, કચ્છ, સહિતના અનેક જિલ્લાઓમાં અંદાજે ₹1752 કરોડથી પણ વધુનું નુકશાન થયું હતું. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં ખેતીને ભારે નુકશાન પહોચ્યું હતું તો અનેક કાંઠા વિસ્તારોમાં તારાજી સર્જાય હતી. બિપરજોય ચક્રવાતના કારણે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને ભારે આર્થિક નુકશાન ભોગવવું પડ્યું હતું. જેના કારણે ગૃહ મંત્રાલયે અસરગ્રસ્તોને આર્થિક સહાય કરી છે.
- Advertisement -
આ પહેલા ગુજરાત સરકાર પણ કરી ચૂકી છે સહાય
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં બિપરજોય વાવાઝોડાના કારણે ખેતી અને બાગાયતી પાકોને થયેલા નુકસાનને જોતાં અસરગ્રસ્તોને ₹240 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અસરગ્રસ્ત વિસ્તારોમાં 311 ટીમો સરવેની કામગીરીમાં જોડાઈ હતી. જેમણે રિપોર્ટ જમા કરાવ્યા બાદ મુખ્યમંત્રીએ આ ₹240 કરોડનું પેકેજ જાહેર કર્યું છે.