અમેરિકાના પ્રેટવિલેમાં ઉલ્કાપાતના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. 33 હજાર 500 માઈલ પ્રતિ કલાકની ઝડપે વાતાવરણમાં ઉલ્કાપીંડનો પ્રવેશ થયો. રહેણાંક મકાનના CCTVમાં ઉલ્કાપાતની ઘટના કેદ થઈ છે.
આગના લીસોટા જેવી આકૃતિ દેખાઈ
- Advertisement -
અમેરિકાના પ્રેટવિલેમાં ઉલ્કાપાત જેવા દ્રશ્યો જોવા મળ્યા, આ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા. રહેણાંક મકાનના CCTVમાં ઉલ્કાપાતની આ ઘટના કેદ થઈ હતી. જેમાં એક ચમકતો પદાર્થ, જેના પછી ચમકતા ટુકડાઓ, આગના લીસોટા અને કાટમાળનું નિશાન માઇલો સુધી દેખાઈ રહ્યા હતા. જેનાથી વ્યાપક જિજ્ઞાસા પેદા થઈ રહી હતી.
33 હજાર 500 માઈલ પ્રતિ કલાકની ઝડપે આ આગના લીસોટા પસાર થતા જોવા મળ્યા હતા. શરૂઆતમાં, કેટલાક લોકો માનતા હતા કે તે ઉલ્કાઓ અથવા તો UFO પણ હોઈ શકે છે.
જો કે, પછીથી અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના સ્ટારલિંક સેટેલાઇટ અથવા રોકેટ બોડીના પુનઃપ્રવેશ સાથે જોડાયેલી હતી. આ દ્રશ્યને નજરે જોનારા મંત્રમુગ્ધ થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.