સમીર મુર્ગા શોધી વહીવટ કરતો : શૈલેષને 1 લાખ ઉપર 300 રૂપિયા કમિશન મળતું હતું
તપાસ જો ક્રાઇમ બ્રાન્ચને સોંપાય તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે નહીં તો ભીનું સંકેલાઇ જશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેસકોર્સ લવ ગાર્ડનમાં બુધવારે ધોળા દિવસે થયેલી રહસ્યમય 32 લાખની લૂંટ પ્રકરણ હવાલાકાંડ હોવાનું સામે આવ્યું છે કારણકે આ લૂંટમાં ઘરના જ ઘાતકી નીકળતા હોવા તેવું ફલિત થઇ રહ્યું છે આ સમગ્ર પ્રકરણમાં સમીર નામના એક શખ્સનું નામ સામે આવ્યું છે જે હવાલા લેવાનું અને શૈલેષની પેઢીમાં પૈસા જમા કરાવવા મુર્ગા શોધતો હોવાનું જાણવા મળ્યું છે સમીરના કહેવાથી જ ડી સ્ટાફમાં ફરજ બજાવતી બેલડીએ સમગ્ર પ્લાન ઘડ્યો હતો અને ટીઆરબીને મોકલ્યો હતો તો બીજી તરફ શૈલેષ ડમી પેઢી ધરાવતો હોવાનું અને એક લાખ ઉપર 300 રૂપિયા કમિશન લેતો હોવાનું પણ જાણવા મળ્યું છે આટલી મોટી લૂંટની તપાસ એક પ્રોબેશનર પીએસઆઈને સોંપવામાં આવી છે હકીકતે જો આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે તેમ છે જો આમ નહિ થાય તો ભીનું સંકેલાઇ જશે તેવી પુરે પુરી શક્યતા સેવાઈ રહી છે.
રાજકોટની શહીદ સુખદેવ ટાઉનશીપમાં રહેતાં અને એગ્રીકલ્ચર પ્રોડકટનું કામ કમીશનથી કરતા સમીરભાઈ રશ્મીકાંતભાઈ પંડ્યા ઉ.50એ ભૂતખાના ચોક પાસે આવેલ રોયલ કોમલેક્સમાં એકતા એન્ટ્રપ્રાઈઝ નામની ઓફિસ ધરાવતા શૈલેશભાઈ મનસુખભાઈ દલસાણીયાને કોટન ગાંસડી ખરીદવા માટે 32 લાખ આપ્યા હતા જે સોદો ફોક જતા 32 લાખ પરત લેવા માટે બુધવારનો સમય નક્કી કર્યો હતો વિક્રમ નામનો શખ્સ 32 લાખ આપવા આવ્યો તે પૂર્વે તેણે 11 લાખ કાઢી લીધા હતા અને થેલો સમીરને આપતા જ પોલીસના નામે ટીઆરબી આણી ટોળકી ત્રાટકી હતી અને લૂંટને અંજામ આપ્યો હતો પહેલેથી જ શંકાના દાયરામાં રહેલી આ લૂંટમાં ઘરના જ ઘાતકી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આ કેસમાં સમીર નામનો શખ્સ જે હવાલાનું કામ કરતો હોવાનું અને તે મુર્ગા શોધી શૈલેષને પોતાની પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરવા કામ આપતો હતો શૈલેષ એક લાખ ઉપર 300 રૂપિયા કમિશન લેતો હતો ફરિયાદી સમીરના આ હવાલાની બુ આવી જતા સમીરે પ્રનગર ડી સ્ટાફમાં ફરજ બજાવતા બે જવાનોને બાતમી આપી હતી આ બેલડીએ સમગ્ર પ્લાન ઘડ્યો હતો અને શાહબાઝને કામ સોંપ્યું હતું વાત એમ હતી કે હવાલાના પૈસાનો જો કોઈ ટાંગામેળ ન થાય તો ફરિયાદીને દબાવીને ફરિયાદ ન કરવા સમજાવી બારોબાર વહીવટ કરવાનો પ્લાન હતો પરંતુ ફરિયાદી ટસનો મસ નહિ થતા બપોરે બનેલી ઘટના અંગે રાત્રે 8 વાગ્યા ના છૂટકે પોલીસને ફરિયાદ નોંધવી પડી હતી.ફરિયાદ નોંધાતા જ ભેજાબાજ બેલડી એક્શનમાં આવી ગઈ હતી અને પોતાનું નામ ખુલશે તો નોકરીમાં મુશ્કેલી ઉભી થશે અને આબરૂ પણ જશે તેવી બીકે રાતોરાત પકડાયેલા ટીઆરબી શાહબાઝ સાથે થયેલી વાતચીતના પુરાવા તેના મોબાઈલમાંથી ડીલીટ કરી નાખ્યા હતા આટલી મોટી લૂંટની તપાસ પીઆઇને કરવાની હોય છે પરંતુ કેસ નબળો પાડવા માટે આ કેસની તપાસ એક પ્રોબેશન પીએસઆઈને સોંપવામાં આવી છે જો આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે તેમ છે જો આવું નહિ થાય તો ભીનું સંકેલાઇ જશે તે નિશ્ચિત છે.
TRB માત્ર મહોરો : પ્લાન બી
મુજબ દોષનો ટોપલો ઢોળી દેવાયો
સમગ્ર કૌભાંડમાં ટ્રાફિક બ્રિગેડ જે શાહબાઝ પીઆઇ રાઇટરનો ડ્રાયવર છે તે આટલું મોટું કાંડ કરી શકે તેમ નથી કારણકે તે તો માત્ર એક મહોરો જ છે હકીકતે પ્રનગર પોલીસ મથકમાં ફરજ બજાવતી બેલડી મુખ્ય સૂત્રધાર છે તેમને એવી શંકા હતી કે જો ઊંધું ઉતરે તો દોષનો ટોપલો શાહબાઝ ઉપર ઢોળી દેવાનો અને એ શંકા સાચી ઠરી અને પ્લાન બી મુજબ ટીઆરબી ઉપર દોષનો ટોપલો ઢોળી દેવાયો
અગાઉ પણ એક કાંડમાં
ટોળકી સફળ થઇ ચુકી છે
આ પ્રકારે હવાલાનો વહીવટ કરતા સમીર હસ્તક અગાઉ પણ એક કામ મળ્યું હતું જેમાં ફરિયાદીને દબાવીને પૈસા પડાવવામાં આ ટોળકી સફળ થઇ હતી એક વખત સફળતા મળ્યા બાદ હિંમત આવી ગઈ હોય તેમ ફરી જાળ બિછાવી હતી પરંતુ આ વખતે પોતે જ શિકાર બની ગયા હતા.
- Advertisement -
લૂંટમાંથી કાઢી લીધેલા 11 લાખ
સ્લમ ક્વાટરમાંથી કબ્જે
બુધવારે સમીર પંડ્યા નામના વેપારી પાસેથી 32 લાખની લૂંટના ગુનામાં પોલીસે ગઈકાલે 21 લાખ કબ્જે કર્યા હતા ગઈકાલે પૈસા આપવા આવનાર વિક્રમે 11 લાખ કાઢી લીધા હોવાનું સામે આવ્યું હતું પરંતુ પકડાયેલ ચાર આરોપી પૈકી લૂંટ સમયે 32 લાખ ભરેલો થેલો લઇ જનાર મહેશ વાઘેલા ઉર્ફે ઈતેડીએ શાહબાઝની જાણ બહાર થેલામાંથી 11 લાખ કાઢી પોતાના ઘરે સ્લ્મ ક્વાટરમાં મૂકી દીધા હોવાની કબૂલાત આપતા પોલીસે તેના ઘરેથી આ રોકડ કબ્જે કરી છે.



