કાર્તિક પટેલના ઘરમાં બાર, જીમ, મિની થિયેટર અને 3 લક્ઝ્યુરિયસ કાર: ઈઊઘ ચિરાગ રાજપૂતના ઘરેથી 40 બોટલ દારૂ મળ્યો: ક્રાઈમ બ્રાન્ચ તમામ બેંક અકાઉન્ટ સીઝ કરશે
ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને શોધવા ટેકનિકલ સપોર્ટ લીધો
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદના ખ્યાતિકાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર કાર્તિક પટેલ ભૂગર્ભ ઊતરી ગયો છે. ખ્યાતિકાંડની તપાસ સંભાળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સિંધુભવન રોડ પર આવેલા કાર્તિક પટેલના બંગલા પર તપાસ માટે પહોંચી હતી. તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમને વિમલ પાનમસાલાના થેલામાં રાખેલી દારૂની બે બોટલ મળી હતી. જ્યારે અન્ય આરોપી ચિરાગ રાજપૂતના ઘરે પણ પોલીસે તપાસ કરતા એક કબાટમાં રાખેલી દારૂની અંદાજે 40 જેટલી બોટલ મળી આવી હતી. જોકે, આ કેસના તમામ વોન્ટેડ આરોપીઓને શોધવા માટે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. ત્યાર બાદ હવે આરોપીઓને વધારે ભીંસમાં લેવા માટે તેમના તમામ એકાઉન્ટ સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ઉઈઙ અજિત રાજિયાણે મીડિયાને જણાવ્યું હતું કે, અમે બેંકોને લેટર લખ્યા છે. જેમાં આરોપીઓના વ્યક્તિગત અને હોસ્પિટલના તમામ એકાઉન્ટ સીઝ કરી દેવાની જાણ કરવામાં આવી છે.
બીજી તરફ ખ્યાતિકાંડ મામલે ઝડપાયેલા અન્ય આરોપી ડો. પ્રશાંત વઝીરાણીના આજે સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નિષ્ણાત તબીબોની ટીમને સાથે રાખી હજી અનેક બાબતોની તપાસ કરવી જરૂરી હોઈ, પોલીસ દ્વારા વધુ સાત દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવતાં કોર્ટે 25 તારીખે બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ખ્યાતિ હોસ્પિટલના વોન્ટેડ આરોપીના ઘરે અને અલગ અલગ જગ્યાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આજે રેડ કરી હતી. જ્યાં ઘણી જગ્યાએથી દારૂ પણ મળી આવ્યો છે અને બીજા વોન્ટેડ આરોપીઓને શોધવા માટે અલગ અલગ ટીમો કોલ ડિટેઈલના આધારે તપાસમાં જોડાઈ છે. આ સમગ્ર પ્રકરણમાં હવે દારૂ મળ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ નવી ફરિયાદ નોંધે તેવી શક્યતા છે.
ખ્યાતિકાંડ મામલે હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલ સામે ફરિયાદ નોંધાયા બાદ તે ભૂગર્ભ ઊતરી ગયો છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ આજે સિંધુભવન રોડ પર આવેલી અભિશ્રી રેસિડેન્સીમાં કાર્તિક પટેલના નિવાસસ્થાન પર તપાસ માટે પહોંચી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર્તિક પટેલના ઘરે તપાસ કરતાં ઘરમાં વિમલ પાનમસાલાના થેલામાં રાખેલી દારૂની બે બોટલ મળી હતી. જ્યારે પોકર ગેમ્બિલિંગના કેટલાક કોઈન પણ મળ્યા હતા. આ ઉપરાંત ત્યાં અનેક ગ્લાસ મળી આવ્યા હતા. ઘરમાં બીજા માળે મીની થિયેટર બનાવવામાં આવ્યું હતું. જેની પાસે બાર બનાવવામાં આવ્યો હતો. ઘરમાં અનેક રૂમમાં સીસીટીવી કેમેરા હતા. જેનું મોનિટરિંગ પહેલાં માળે રૂમના ટીવીથી થતું હતું. જે ચાલુ હાલતમાં હતા. ઘરમાં જીમ પણ બનાવવામાં આવ્યું હતું. ઘરમાં ત્રણ લક્ઝ્યુરિયસ કાર પણ હતી.
કાર્તિક પટેલના ઘરેથી દારૂ અને પોકર ગેમ્બિલિંગના કોઈન મળ્યા બાદ અન્ય આરોપી ચિરાગ રાજપૂતના ઘરે તપાસ કરતા ત્યાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી. એક કબાટમાં રાખેલી અંદાજે 40 જેટલી બોટલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હવે આરોપીઓને શોધવા માટે ટેકનિકલ સપોર્ટ લઈ રહી છે અને આગામી સમયમાં આરોપી ડો. પ્રશાંત વઝીરાણી સિવાય રાહુલ જૈન અને મિલિંદની મહત્ત્વની સંડોવણી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી છે અને તે અમદાવાદના મહત્ત્વના આરોપીઓ છે. આ સમગ્ર પ્રકરણમાં તેઓ આર્થિક વ્યવહારથી લઈને દર્દીઓને શોધીને હોસ્પિટલ સુધી લાવવાની કામગીરીમાં જોડાયેલા હતા.