સંસદમાં ખૂદ કેન્દ્ર સરકારે ચોંકાવનારા આંકડા રજૂ કર્યા
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના હેઠળ સસ્તા દરે જેનરિક દવા વેચાણ માટે જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છે. સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા જવાબ મુજબ, ગુજરાતમાં 358 કેન્દ્ર બંધ થઇ ગયા છે. જે ઉત્તર પ્રદેશમાં બંધ થયેલા 555 કેન્દ્રો બાદ બીજા ક્રમે છે. દેશમાં કુલ 3135 કેન્દ્રો બંધ થયા છે. 2020-21થી 2024-25 દરમિયાન ગુજરાતમાં 800થી વધુ જન ઔષધિ કેન્દ્ર પર માત્ર 153 કરોડની દવાનું વેચાણ થયું છે. આ મામલે ગુજરાત દેશમાં 14મા ક્રમે છે. આ કેન્દ્ર બંધ થવા પાછળ કારણોમાં ઓછું વેચાણ, આવક, દુકાન માલિકનું મૃત્યુ, ભાડાની દુકાન ખાલી કરાવવી અથવા કેન્દ્ર શરૂ કરનાર દ્વારા બીજા ધંધા તરફ વળવું સામેલ છે. ફાર્મસી ડિગ્રી ધરાવનાર, આંત્રપ્રિન્યોર્સ, એનજીઓ, ટ્રસ્ટ, કંપની આ કેન્દ્રો ખોલી શકે છે. તેમને સરકાર તરફથી નાણાકીય સહાય પણ મળે છે.
12% કેન્દ્ર ગુજરાતમાં બંધ
રાજ્ય ચાલુ એકમો બંધ એકમો
ઉત્તર પ્રદેશ 3,805 555
ગુજરાત 848 358
તમિલનાડુ 1,515 259
મહારાષ્ટ્ર 713 240
કર્ણાટક 1,585 198
કુલ ભારત 17,990 3,135
10 વર્ષમાં આ યોજના પાછળ દેશમાં 720 કરોડનો ખર્ચ થયો
- Advertisement -
પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના હેઠળ જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવે છ. આ માટે 2015-16થી 2024-25 દરમિયાન દેશમાં કુલ 720 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે. 5 વર્ષમાં દેશના 17 હજારથી વધુ કેન્દ્રો પરથી કુલ 6 હજાર કરોડની દવાનું વેચાણ થયું.
પાળ રોડ ઉપર સગાઈમાં ગયેલા રાજકોટના વેપારીની કારનો કાચ તોડી 8.50 લાખની ચોરી
રોકડા 50 હજાર, 18 વીંટી,
4 પેન્ડલ, 2 પેન્ડલ ચેઇન, 3 બ્રેસલેટ, ઘડિયાળની ઉઠાંતરી
ક્ષ લગ્ન સીઝન શરુ થતા જ સક્રિય થયેલી ટોળકીને પકડવા લોધીકા પોલીસ દ્વારા સીસીટીવી આધારે તપાસ
ખાસ-ખબર ન્યૂઝ ઈં રાજકોટ
રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળીને ખાડે ગઈ હોય તેવું ફલિત થઇ રહ્યું છે કરોડો રૂપિયાની ચાંદીની ચોરી અંગે પોલીસને કોઈ મહત્વની કડી મળી નથી ત્યાં હવે લગ્નસરાની સીઝન શરુ થતા જ રાજકોટ જિલ્લામાં તસ્કરોએ ધામાં નાખતા ચકચાર મચી જવા પામી છે કાલાવાડ રોડના પાળ રોડ પર પાર્ટી પ્લોટમાં સગાઈના પ્રસંગમાં ગયેલા રાજકોટના વેપારીની કારના કાચ તોડી 8.50 લાખની કિંમતની રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી તસ્કરો નાસી જતા લોધીકા પોલીસે ગુનો નોધી સીસીટીવીના આધારે ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર શિલ્પવન આઈકોનમાં રહેતા જયેન્દ્રભાઈ રામજીભાઈ આદરોજા નામના વેપારીએ અજાણ્યા સામે 8.50 લાખની ચોરી અંગે લોધીકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 5 તારીખે તેના કાકાની દીકરીનો સગાઈ પ્રસંગ મવડી પાળ રોડ ઉપર ઓતમ પાર્ટી પ્લોટ ખાતે હોય તે પ્રસંગમાં જવા અમે પરીવાર સાથે બે કારમાં ગયા હતા મારી કારમાં સોનાના દાગીના અને રોકડ સહીતની મતા ભરેલ બેગ રાખી અમે સગાઈના પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં હાજરી આપી હતી ત્યાંથી અમારે મોરબી લગ્ન પ્રસંગમાં જવાનુ હોય જેથી સામાન કારમાં જ રાખ્યો હતો બાદમાં રાત્રે આઠેક વાગ્યે કારમાં બેગ લેવા માટે જતા કારનો કાચ તુટેલો જોવા મળ્યો હતો અને કારમાં દાગીના અને રોકડ, કપડા ભરેલ બે બેગ ગાયબ હતી.
ગાયબ થઇ ગયેલી બે બેગમાં રોકડા 50,000, બંને પરિવારના બાળકોના 4 પેન્ડલ, બે પેન્ડલ સાથેના ચેઇન, 3 સોનાના બ્રેસલેટ, 18 સોનાની વીંટી, સોનાની ઘડિયાળ સહીત 8 લાખના દાગીના સહીત 8.50 લાખની વસ્તુ ગાયબ હોય જેથી ચોરી અંગે લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.



