15 મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારાઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ 31 મિલકતો સીલ, 15 મિલકતોને ટાંચ જપ્તી નોટીસ અને 1 નળ કનેક્શન ક્પાત અને રૂા. 40.54 લાખની રિકવરી કરવામાં આવી હતી.
શહેરના વોર્ડ નં-6 મહિકા માર્ગ પર આવેલી 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા.1.13 લાખની રિકવરી, 150 ફુટ રોડ પર આવેલ 1 નળ કનેક્શન ક્પાત કરતાં રિકવરી રૂા. 50,000ની રિકવરી અને મહિકા માર્ગ પર આવેલ 3-યુનિટને નોટીસ ફટકારી તેમજ રણછોડનગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.01 લાખ, માંડા દુર્ગામાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 56,524ની રિકવરી અને સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.52 લાખની રિકવરી કરવામાં આવી હતી.
વોર્ડ નં-7માં પ્રહલાદ રોડ પર આવેલ 1-યુનિટને નોટીસ અને ઢેબર રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 3.40 લાખની રિકવરી, કરણપરામાં 1 યુનિટની નોટીસ સામે રૂા.1.52 લાખની રિકવરી, વોર્ડ નં-9માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 1.17 લાખની રિકવરી, વોર્ડ નં-10માં કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 4.20 લાખ, રૈયા રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂ.1.88 લાખ, 150 ફુટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા.92,000, વોર્ડ નં-11માં કાલાવાડ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં ચેક આપ્યો, વોર્ડ નં-12માં ગોકુલધામ મેઇન રોડ પર આવેલ 4-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 4.22 લાખ, 150 ફુટ રીંગ રોડ પર આવેલા 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 90,187, વોર્ડ નં-13માં સખિયાનગરમાં 1-યુનિટને નોટીસ, વોર્ડ નં-14માં કેનાલ રોડ પર આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.43 લાખ, સોરઠીયા વાડીમાં 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.46,463, જયરાજ પ્લોટમાં 1-યુનિટને નોટીસ, ગુંદાવાડીમાં 2-યુનિટને નોટીસ આપેલ. લક્ષ્મીવાડીમાં 3-યુનિટને નોટીસ આપવામાં આવી હતી તેમજ વોર્ડ નં-15માં કોઠારીયા બાય પાસ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા. 50,000, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપવામાં આવ્યો અને વોર્ડ નં-16માં પટેલ નગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.43,000, મણીનગર સોસાયટીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂ.1.00 લાખ, કોઠારીયા મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 85,000, તેમજ વોર્ડ નં-18માં કોઠારીયા રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 2.30 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 2-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 4.18 લાખ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.81 લાખ, ભગવતી સોસાયટીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.10 લાખ, કોઠારીયા મેઇન રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 50,000, ઢેબર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 50,000, સોરઠીયાવાડીમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 65,000, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રૂા. 1.26 લાખની રિકવરી કરવામાં આવી હતી અને કુલ 3,58,870 મિલ્કત ધારકોએ 287.38 કરોડ વેરો ભર્યો હતો.