ખાસ-ખબર સંવાદદાતા
પશુઓમાં લમ્પી સ્કિન ડિસિઝ (ગઠ્ઠેદાર ચામડી)ના રોગ દેખા દીધી છે. આ રોગ સામાન્ય રીતે દુધાળા પશુઓમાં થતો રોગ છે. જેથી આ રોગ મુખ્યત્વે દૂધાળા પશુઓ જેવા કે, ગાય અને ભેંસમાં બહોળા પ્રમાણમાં જોવા મળે છે. ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં 30600 કરતાં વધારે પશુઓની રસીકરણ કામગીરી કરવામાં આવી છે. વેક્સીનેશન અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાના કુલ 95 ગામોને આવરી લેવાયાં છે.
ગીર સોમનાથ જિલ્લામાં 30600 પશુઓની રસી અપાઇ
