જૂનાગઢ RTOની માર્ગ સલામતી માસમાં અનોખી પહેલ
ઉત્તરાયણ પર્વે માર્ગ સલામતીના સંદેશા સાથે 3000 પતંગનું વિતરણ કરાયું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ આરટીઓ કચેરી દ્વારા જિલ્લામાં અને શહેરમાં ટ્રાફીકના નિયમોના સંદેશા સાથે 3000 પતંગનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં અલગ અલગ ટ્રાફીકના નિયમો દર્શાવવામાં આવ્યા હતા. તેમજ અલગ અલગ સુત્રો પણ લખવામાં આવ્યા હતા. જાન્યુઆરી માસમાં દરેક જિલ્લાની આરટીઓ કચેરીઓ દ્વારા લોકોમાં હેલ્મેટ, સીટબેલ્ટ, ટ્રાફિકના બધા જ નિયમોનું પાલન કરવા અંગે માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવે છે. જેમાં અલગ અલગ કાર્યક્રમો ઉજવીને લોકોને ટ્રાફિકના નિયમો બાબતે ઉજાગર કરવામાં આવે છે સાથે જ લોકોને નિયમોનું પાલન કરવા માટે સજાગ કરવામાં આવે છે. જે અંતર્ગત શહેરમાં ઝાંઝરડા રોડ, મધુરમ, વડાલ, કાળવા સહિતના વિસ્તારોમાં માર્ગ સલામતીના સંદેશના સાથે 3000 જેટલી પતંગનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં અલગ-અલગ સુત્રો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અંગે સુચનોઓ આપવામાં આવી હતી.આરટીઓ અધિકારી આર.આર.જોષી દ્વારા જણાવ્યુ હતુ કે, માર્ગ સલામતી માટે શું કરવુ અને શું ન કરવુ એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.