ભગવાન શ્રીરામની જન્મભૂમી એવા અયોધ્યામાં આગામી જાન્યુઆરીમાં ખુલ્લા મુકાનારા ભવ્ય રામમંદિરનાં પુજારી બનવા માટે અંદાજીત 3000 અરજી થઈ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અરજી મંગાવવામાં આવી હતી.અરજીઓને મેરીટનાં આધારે શોર્ટલીસ્ટ કરવામાં આવી છે અને 200 ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવી છે.
મંદિરોની નગરી કાર સેવક પુરમમાં આ ઈન્ટરવ્યુ ચાલી રહ્યા છે. વૃંદાવનનાં હિન્દુ સંત જયકાંત મિશ્રા તથા અયોધ્યાનાં મહંત મીથીલેશ નંદીનીશરણ તથા સત્ય નારાયણ દાસને ઈન્ટરવ્યુની જવાબદારી સોંપવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા આ ઉમેદવારો પસંદ કરાશે.છ માસની તાલીમ બાદ તેઓને રામજન્મ ભુમિ સંકુલમાં વિવિધ પર નિયુકિત આપવામાં આવશે.
- Advertisement -
રામમંદિર ટ્રસ્ટનાં ટે્રઝરર ગોવિંદદેવ ગીરીએ કહ્યું કે શોર્ટલીસ્ટ થવા છતાં પસંદગી નહિં પામેલાને પ્રમાણપત્ર અપાશે ઉપરાંત ભવિષ્યની ભરતીમાં તેઓને તેડાવાશે. વિવિધ ધાર્મિક પૂજાની પ્રક્રિયા, સંધ્યા વંદન, પૂજાના મંત્રો-ક્રિયા, ખાસમંત્ર, ભગવાન રામની પ્રાર્થનાને લગતા કર્મકાંડ સહીતના ધાર્મિક જ્ઞાન વિશે વિસ્તૃત અને આકરા સવાલો પૂછવામાં આવે છે. છેવટની પસંદગી પામેલા 20 ઉમેદવારોને છ માસની તાલીમ અપાશે. જાણીતા વિખ્યાત સંતો દ્વારા તૈયાર અભ્યાસક્રમ આધારીત તાલીમ હશે અને આ દરમ્યાન માસીક રૂા.2000 નુ ભથ્થુ અપાશે.