ન્યાય નહિં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, આજે ત્રીજો દિવસ
યુવરાજ સિંહ પણ જોડાયા; વિધાનસભા ઘેરવાની ચીમકી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ઙૠટઈક કચેરી બહાર 300 જેટલા યુવાનો ધરણાં પર બેઠા છે. રાતવાસો કરી છેલ્લા ત્રણ દિવસથી આ આંદોલન ચલાવી રહ્યા છે. ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી નહીં કરાતાં યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. યુવાનોની એક જ માગ છે કે અમને અમારો હક આપો, જ્યાં સુધી કોઈ જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ ધરણાં ચાલુ રાખશે. ઙૠટઈક કચેરી આગળ જ યુવાનો ‘આના હોગા આના હોગા, નહીં તો વાપસ જાના હોગા, ઊર્જામંત્રી હોશ મેં આઓ, ઊર્જામંત્રી હાય હાય’ના નારા લગાવી રહ્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે કંઈપણ ગેરલાયક રીતે માગતા નથી, પરીક્ષાના બેજ પર અમે કાયમી રોજગારીની માગણી કરી રહ્યા છીએ. ઉપસ્થિત પ્રસાશન અને પોલીસને અપિલ કરી હતી કે તેઓ સપોર્ટ કરે અને યુવાનોની સાચી માગણીમાં જોડાય.
યુવરાજસિંહે વધુમાં જણાવતા કહ્યું હતું કે, આવનારા દિવસોમાં વિધાનસભાનો ઘેરાવો કરવો હોય તો પણ અમે તૈયાર છીએ અને ખઉના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર જ છીએ.
અંદર બેઠેલા અધિકારીઓ સામે નિશાન સાધતા કહ્યું હતું કે, જે અધિકારીઓ અંદર છે એમને સ્પષ્ટ કહીએ છીએ કે, માપમા રહે, બાકી અમે હજી માપમાં જ છીએ. મોટા બાપ બનવાવી કોશીશ ન કરતા. તમારે જ્યાં ખીલો મારવો હોય ત્યાં મારી લેજો, જોકે કંઈ ફરક પડવાનો છે નહીં, એટલે ખોટીરીતે જે પણ વ્યક્તિ હેરાન પરેશાન કરશે એ આગળના દિવસમાં ભોગવવા તૈયાર રહે. વધુમાં જણાવતા કહ્યું હતું કે, અમાસી પાસે ઈઉ, ઈઇઈં, ઊઉ, જઊઇ છે. ક્યારે કોના ઘરે મોકલી એ અમને આવડે છે. રાજકોટમાં ઙૠટઈક દ્વારા વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા લીધા બાદ 1 વર્ષ સુધી ભરતી ન કરતા 6 હજારથી વધુ બેરોજગાર યુવાનોના ભવિષ્ય સામે પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે. ત્યારે અહીંની કોર્પોરેટ ઓફિસની બહાર છેલ્લાં બે દિવસથી 100થી વધુ ઉમેદવારો સહિત 300 જેટલા યુવાનો ધરણાં પર બેઠા છે. આજે ઘરણાનો ત્રીજો દિવસ છે. ધરણા કરવા માટે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના ખૂણે ખૂણેથી આવી પહોંચ્યા છે. ઙૠટઈકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર કટારા દ્વારા વિદ્યાર્થીઓ ઉમેદવારને છઝઈંમાં બતાવેલી 361 જગ્યાઓની માહીતી ખોટી હોવાનું સાબિત કરતા આશ્ચર્ય જન્મ્યું છે. ત્યારે પ્રદેશ ગજઞઈંના પ્રમુખ ઉમેદવારોની સાથે ધરણાં પર બેઠા છે અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.