નવરાત્રીમાં દરરોજ સાંજે છ વાગ્યા સુધી સાઉન્ડ સિસ્ટમના સથવારે રમશે ગરબા
કેદીઓને 400 ગ્રામ સુકીભાજી, 150 ગ્રામ સીંગદાણા, 100 ગ્રામ ગોળ, 4 કેળા ફરાળ રૂપે અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આગામી સોમવારથી માં જગદંબાની આરાધના કરવાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે શહેરમાં પ્રાચીન ગરબા, અર્વાચીન રાસોત્સવનું ઠેર ઠેર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લા જેલમાં પણ દર નવરાત્રીની જેમ આ નવરાત્રી પર્વમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે વિવિધ ગુનાઓમાં જેલમાં બંદીવાન 1200થી વધુ કેદી ભાઈઓ-બહેનો પૈકી 300 કેદીઓ નવરાત્રીના નવ દિવસ સુધી ઉપવાસ કરીને માં જગદંબાની આરાધના કરશે ઉપવાસી કેદી ભાઈ-બહેનોને જેલ તંત્ર દ્વારા ફરાળ પણ આપવામાં આવશે સરકારી ધારા ધોરણ મુજબ દરેક ઉપવાસી કેદીઓને 400 ગ્રામ શુકીભાજી, 150 ગ્રામ સીંગદાણા, 100 ગ્રામ ગોળ, 4 કેળા ફરાળ રૂપે આપવામાં આવશે આ ઉપરાંત દરેક કેદીઓ સાંજના છ વાગ્યા સુધી પોતાની જ બેરેક પાસે ગરબા રમી શકે તેવી વ્યવસ્થા પણ જેલ તંત્ર દ્વારા રાખવામાં આવી છે.
માતાજીની આરાધના કરવાના પર્વ એવા નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સામાન્ય લોકોની જેમ જેલમાં વિવિધ ગુનાઓમાં બંદીવાન કેદી ભાઈ-બહેનો પણ આ નવરાત્રી પર્વની ઉજવણી કરી માતાજીની ભક્તિ કરી શકે તેવા ઉમદા હેતુસર દર વર્ષે જેલમાં નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ આ પરંપરા યથાવત રહી છે.
ધંધુકા એએસપીથી બઢતી સાથે રાજકોટ જિલ્લા જેલના નવનિયુક્ત અધિક્ષક તરીકે ચાર્જ સંભાળનાર વગીષા જોષીના માર્ગદર્શન હેઠળ જેલ સ્ટાફ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે મહત્વની વાત એ છે કે દર વર્ષે કેદીઓ ઉપવાસ રાખીને માતાજીની ભક્તિ કરતા હોય છે ત્યારે આ વર્ષે પણ રાજકોટ જેલમાં બંદીવાન 300 કેદી ભાઈ-બહેનો ઉપવાસ રાખીને માતાજીની આરાધના-ઉપાસના કરવાના છે ઉપવાસી દરેક કેદી ભાઈ-બહેનોને જેલ તંત્ર દ્વારા ફરાળ પણ આપવામાં આવશે દરેક કેદી દીઠ જેલ તંત્ર દ્વારા 400 ગ્રામ શુકીભાજી, 150 ગ્રામ સીંગદાણા, 100 ગ્રામ ગોળ, 4 કેળા ફરાળ રૂપે આપવામાં આવશે આ ઉપરાંત દરેક કેદીઓ ગરબાની મજા માણી શકે તે માટે પોતપોતાના બેરેક બહાર જ સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવશે જ્યાં કેદીઓ માતાજીની છબી વચ્ચે રાખી ગરબા રમી માતાજીની આરાધના કરશે આ જ પ્રમાણે મહિલાઓની બેરેકમાં પણ આ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે દરેક કેદીઓ પોતાની બેરેક પાસે સાંજના છ વાગ્યા સુધી ગરબા રમી શકશે.



