સ્ત્રી રોગ, ચામડી, દાંત, કેન્સર, કિડની સહિતના રોગોનું વિનામૂલ્યે નિદાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
વંથલીના સાંતલપુર (ધાર) ખાતે આવેલ લાયન્સ સ્કૂલ ખાતે સમસ્ત સુન્ની યુવા સંધી મુસ્લિમ સમાજ જુનાગઢ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે દીપ પ્રાગટ્ય દ્વારા આ નિદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં હાડકાના રોગ, સ્ત્રી રોગ, ચામડીના રોગ,દાંતના રોગ કેન્સર, કિડની તેમજ જનરલ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું તેમજ જરૂરિયાત લોકોને ફ્રી દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં અનેક નામાંકિત ડોકટરો દ્વારા સેવા આપવામાં આવી હતી. આ નિદાન કેમ્પનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો તેમજ કેમ્પમાં 290 જેટલા લોકોની તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી આ તકે સમસ્ત સુન્ની યુવા મુસ્લિમ સમાજ અગ્રણીઓ મુન્નાબાપુ દાતારવાળા, અમીનભાઈ સિડા, અમીનભાઇ નોતીયાર, હાજીભાઈ ઠેબા તેમજ બટુકભાઈ મકવાણા હાજર રહ્યા હતા આ નિદાન કેમ્પને સફળ બનાવવા સમાજના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.