ગુજરાત રાજય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન દ્રારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જૂનાગઢ ખાતે ગરવા ગઢ ગિરનારની ગોદમાં ભવનાથ ક્ષેત્રમાં યોજતા મહાશિવરાત્રીના મેળામાં જતા ભાવિકો માટે એકસટ્રા બસ સેવા શ કરાઇ છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી કલોતરાએ જણાવ્યું હતું કે રાજકોટથી જૂનાગઢ મહા શિવરાત્રીના મેળામાં જતા ભાવિકો માટે 30 એકસટ્રા બસ મુકાઇ છે, જેમાં ટિકિટના દર .145 છે. ટ્રાફિક અનુસાર એકસટ્રા બસો મુકાઇ રહી છે તેમજ રાજકોટ બસ પોર્ટ ખાતે મેળામાં જતા ભાવિકો માટે અલાયદું પ્લેટફોર્મ પણ ફાળવવામાં આવ્યું છે.
- Advertisement -