ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
રાજય સરકારના રમત ગમત વિભાગ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજીત, રાષ્ટ્રીય ખડક ચઢાણ શિબિર યોજવામાં આવી જેમાં રાજ્ય અને રાજ્ય બહારના કુલ 30 શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો. શિબિરના અંતિમ દિવસના રોજ છઠ્ઠી રાષ્ટ્રીય ખડક ચઢાણ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ લેફ્ટનન્ટ કર્નલ એન્ડ કમાન્ડીંગ ઓફિસર વિજય મિશ્રા, 8 ગુજરાત બટાલીયન એન.સી.સી. જૂનાગઢ, પી એમ ખ્રિસ્તી મામલતદાર ડિઝાસ્ટર જૂનાગઢ, ક્રતુ ત્રિવેદી ડીપીઓ. ડિઝાસ્ટર જુનાગઢ, નિરત ભટ્ટ – માનદ ટ્રેઝરર, એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોશિયેશન ઓફ ઇન્ડિયા, ડો. પુનીલ ગજ્જર પ્રોફેસર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી,દ્વારા શીબીરાથીઓ ને પ્રોત્સાહિત કર્યા. જયારે આ વર્ષે 900 ફૂટ થી પણ વધારે મોટો ત્રીજો રૂટ ઓપન થયો હતો. આખા ભારતમાં ગિરનાર એ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય લેવલના પર્વતારોહકો માટે એક રોક ક્લાઈમ્બિંગ હબ બની રહેશે. ખાસ રૂટ ઓપનિંગ દરમ્યાન વન અને પર્યાવરણ સંરક્ષણ ની ખાસ કાળજી રાખવામાં આવી હતી. શાબ્દિક સ્વાગત ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું સંચાલન રાવલ માર્ગી એ કર્યું હતું. કલ્પેશ ચૌહાણ ભાવનગર એ શિબિર માં માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં માર્ગદર્શન શ્રીમતી રાજલબેન પટેલ પ્રિન્સિપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ અને સાંઈ જીજ્ઞેશ પટેલ સહાયક નિયામક સાહસ એ પૂરું પડ્યું હતું.
રાજ્ય અને રાજ્ય બહારના 30 ભાઈઓ-બહેનોએ રાષ્ટ્રીય ખડક ચઢાણ શિબિરની તાલીમ પૂર્ણ કરી
