ઈરાને કહ્યું- જહાજો સાથે અમારો કોઈ સંબંધ નથી, અમેરિકાના પ્રતિબંધિત શિપ સાથે તેમના ઈંખઘ નંબર મેચ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
ભારતે આ મહિને મુંબઈના દરિયાકિનારે ત્રણ તેલ ટેન્કર જપ્ત કર્યા છે. ઇન્ડિયા ટુડે અને રોઇટર્સના અહેવાલ મુજબ, આ જહાજોના ઈંખઘ નંબર અમેરિકા દ્વારા પ્રતિબંધિત જહાજો સાથે મેળ ખાય છે અને તેમનો ઈરાન સાથે સંબંધ હોવાની શંકા છે.
જોકે, ઈરાનની નેશનલ ઈરાનિયન ઓઈલ કંપની (ગઈંઘઈ) એ આ જહાજો સાથે કોઈપણ પ્રકારના સંબંધનો ઇનકાર કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જહાજોના નામ સ્ટેલર રૂબી, એસ્ફાલ્ટ સ્ટાર અને અલ જફઝિયા (જયિંહહફિ છીબુ, અતાવફહિં જફિિં અને અહ ઉંફરુશફ) છે.
તેમને મુંબઈના દરિયાકિનારેથી લગભગ 100 નોટિકલ માઈલ પશ્ર્ચિમમાં શંકાસ્પદ ગતિવિધિઓ પછી રોકવામાં આવ્યા હતા. બાદમાં તપાસ માટે મુંબઈ પોર્ટ પર લાવવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ જહાજો ઓળખ છુપાવવા માટે વારંવાર પોતાનું નામ, ધ્વજ અને અન્ય ઓળખ બદલી રહ્યા હતા.
આ જહાજોની માલિક વિદેશી કંપનીઓ છે. ભારતીય અધિકારીઓએ આ કાર્યવાહીની માહિતી 6 ફેબ્રુઆરીએ ડ પર આપી હતી, પરંતુ બાદમાં તે પોસ્ટ હટાવી દેવામાં આવી હતી. ઈરાનના સરકારી મીડિયાએ નેશનલ ઈરાનિયન ઓઈલ કંપનીને ટાંકીને જણાવ્યું હતું કે આ જહાજો કે તેમના કાર્ગોનો કંપની સાથે કોઈ સંબંધ નથી.
સૂત્રો અનુસાર, આ ઘટના પછી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે દેખરેખ વધુ સઘન બનાવી દીધી છે. 24 કલાક ભારતના દરિયાઈ ક્ષેત્રમાં દેખરેખ રાખી રહ્યા છે. આ માટે લગભગ 55 જહાજો અને 10-12 વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે.
શિપિંગ ડેટા સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર, અલ જફજિયાએ 2025માં ઈરાનથી જિબુતી સુધી ફ્યુઅલ ઓઈલ પહોંચાડ્યું હતું. સ્ટેલર રૂબી ઈરાનના ધ્વજ હેઠળ નોંધાયેલું રહ્યું છે. જ્યારે, અસ્ફાલ્ટ સ્ટાર મુખ્યત્વે ચીનની આસપાસના દરિયાઈ માર્ગો પર સક્રિય રહ્યું છે.
અમેરિકાના ટ્રેઝરી વિભાગના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (ઘઋઅઈ) એ ગયા વર્ષે ગ્લોબલ પીસ, ચિલ 1 અને ગ્લોરી સ્ટાર 1 નામના જહાજો પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમના ઈંખઘ નંબર મુંબઈમાં જપ્ત કરાયેલા જહાજો સાથે મેળ ખાય છે. આ કારણોસર, આ જહાજો પ્રતિબંધોનું ઉલ્લંઘન કરીને તેલ વેપારમાં સામેલ હોવાની આશંકા છે.
પ્રતિબંધિત તેલ સામાન્ય રીતે ઓછી કિંમતે વેચાય છે, કારણ કે તેમાં કાનૂની જોખમ વધુ હોય છે. તેને છુપાવવા માટે વચેટિયાઓ અવારનવાર નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરે છે. જહાજોની ઓળખ બદલે છે, સમુદ્રમાં જ જહાજ-થી-જહાજ ટ્રાન્સફર કરે છે, માલિકોના નામ બદલે છે.



