ડીએસપીની કાર પાસે આવીને આતંકવાદીએ વિસ્ફોટ કર્યો, ડીએસપીનું પણ હુમલામાં મોત
શુક્રવારની નમાઝ અને ઈદ-એ-મિલાદના જુલૂસમાં અસંખ્ય લોકો સામેલ થયા હતા
- Advertisement -
બીજો અને ત્રીજો બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વાના હંગુ શહેરમાં મસ્જિદ અને પોલીસ સ્ટેશનમાં થયો
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલી એક મસ્જિદમાં આતંકવાદી હુમલો થયો હતો. આત્મઘાતી હુમલામાં આતંકવાદી શરીર પર વિસ્ફોટક વિંટાળીને આવ્યો હતો અને મસ્જિદમાં શુક્રવારની નમાઝ તેમ જ ઈદની ઉજવણી માટે હાજર લોકોની વચ્ચે જઈને વિસ્ફોટ કર્યો હતો. આ હુમલામાં 55 લોકોનાં મોત થયા હતા અને 100થી વધુને ઈજા પહોંચી છે. માસ્તુંગ જિલ્લામાં આવેલી મદીના મસ્જિદ નજીક આ હુમલો કરાયો હતો. શુક્રવારે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં એક મસ્જિદ પાસે આત્મઘાતી હુમલો થયો હતો. આ હુમલામાં 56 લોકોનાં મોત થયાં છે, બીજો અને ત્રીજો બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વાના હંગુ શહેરમાં એક મસ્જિદ અને પોલીસ સ્ટેશનમાં થયો હતો. બંને આત્મઘાતી હુમલા હતા. અહીં એક પોલીસ અધિકારી સહિત ચાર લોકોના મોત થયા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે વિસ્ફોટ બાદ મસ્જિદની છત ધરાશાયી થઈ ગઈ હતી. અહીં 30-40 લોકો કાટમાળ નીચે દટાયા છે. 12 લોકોને બચાવી લેવાયા છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા માસ્તુંગ જિલ્લાની મદીના મસ્જિદમાં મોહમ્મદ પૈયગમ્બર સાહેબની જન્મજયંતીની ઉજવણી ચાલતી હતી. શુક્રવારની નમાઝ તેમ જ ઉજવણીમાં ભાગ લેવા અસંખ્ય લોકો મસ્જિદમાં હાજર હતા. બરાબર એ વખતે વિસ્ફોટકો શરીરમાં વિંટાળીને એક આત્મઘાતી હુમલાખોર ત્રાટક્યો હતો. ડીએસપીની કાર પાસે આવીને આત્મઘાતી હુમલાખોર આતંકવાદીએ ભયાનક વિસ્ફોટ કર્યો હતો. ડીએસપીની કારના સેક્ધડોમાં કૂરચા બોલી ગયા હતા અને રેલીને ધ્યાનમાં રાખીને ડયૂટી પર તૈનાત ડીએસપી નવાઝ ગશ્ર્કોરીનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકો ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા હતા.
શહેરના પોલીસ અધિકારીએ કહ્યું હતું કે સેંકડો લોકો અલ ફલાહ રોડ પર આવેલી મદીના મસ્જિદમાં આવ્યા હતા. ઈદ-મિલાદ ઉન નબીની ઉજવણી ચાલતી હતી ત્યારે જ આ પવિત્ર દિવસે હુમલાખોર ત્રાટક્યો હતો. આ આત્મઘાતી હુમલાખોર આતંકવાદીએ પોતાની જાતને પણ આ સાથે ઉડાવી દીધી હતી. ઈજાગ્રસ્તોમાંથી ઘણાંની સ્થિતિ ખૂબ જ નાજૂક હોવાથી મૃત્યુઆંક વધે એવી દહેશત વ્યક્ત થઈ હતી.
આ આતંકવાદી હુમલાની જવાબદારી કોઈ આતંકવાદી સંગઠને લીધી નથી, પરંતુ આઈએસના આતંકીઓએ હુમલો કર્યાની શક્યતા છે. પાકિસ્તાનના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે માસ્તુંગ જિલ્લામાં આઈએસના કમાન્ડરને ઠાર કર્યો હતો. એનો બદલો લેવા માટે હુમલો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બલૂચિસ્તાન પ્રાંતના કેરટેકર મુખ્યમંત્રી અલી માર્દન ડોમ્કીએ જવાબદારો સામે તાત્કાલિક પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો અને રાજ્યમાં ત્રણ દિવસની ઈમરજન્સી જાહેર કરાઈ હતી.
માસ્તુંગ જિલ્લામાં છેલ્લાં 15 દિવસમાં આ બીજો હુમલો છે. અગાઉ આવો જ હુમલો થયો હતો, જેમાં 11 લોકોનાં મોત થયા હતા. આ જિલ્લો આતંકવાદીઓના નિશાના પર રહેતો આવે છે. 2018માં મોટો હુમલો થયો હતો, જેમાં 128 લોકોનાં મોત થયા હતા. તે પછી સતત હુમલા થતા રહે છે.