અત્યાર સુધીમાં બધા મળી શહેર–જિલ્લામાં ૧૬ લાખથી વધુ ડોઝ અપાયા
રાજકોટ : કોરોના સામે લોકોને સુરક્ષા પુરી પાડતા રસીકરણના મહાઅભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં સઘન રસીકરણ ઝુંબેશ હેઠળ આજ સુધીમાં રાજકોટ શહેરના ૬૬ % લોકો એટલે કે, ૭,૨૭,૧૭૦ લોકો તેમજ જિલ્લામાં ૫,૧૯,૬૫૬ લોકોને એટલે કે ૪૭ % લોકો વેક્સીનનો પ્રથમ ડોઝ મેળવી ચુક્યા છે.
રાજકોટ શહેરમાં ૧૮ વર્ષથી વધુ વયનાં અને ૪૫ વર્ષથી નીચેના ૩,૯૯,૯૪૯, ૪૫ થી ૬૦ વર્ષ વચ્ચે ૧,૫૯,૯૫૧ તેમજ ૬૦ થી વધુ વર્ષની ઉંમરના ૧,૧૩,૩૪૪ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
- Advertisement -
જયારે જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરનાં અને ૪૫ વર્ષથી નીચેના ૨૦૨૦૬૮, ૪૫ થી ૬૦ વર્ષ વચ્ચે ૧,૬૧,૭૧૩ તેમજ ૬૦ થી વધુ વર્ષની ઉંમરના ૧,૨૪,૦૫૬ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
હાલ સુધીમાં રાજકોટ શહેરમાં પ્રથમ તેમજ બીજો ડોઝ મળી ૯,૩૩,૭૦૭ ડોઝ તેમજ જિલ્લામાં ૬,૭૨,૯૨૪ ડોઝ સાથે કુલ ડોઝ ૧૬,૦૬,૬૩૧ અપાયા હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાની યાદીમાં જણાવ્યું છે.