વેપારી પાસેથી રૂ.9.30 લાખ ઝબલા થેલીમાં ભરી જતા સમયે બાઈક પરથી પછાડી લૂંટ ચલાવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માણાવદરની ભાગોળે આઈટીઆઈ પાસે સાંજના સાડા પાંચ વાગ્યા આસપાસ દિનેશભાઇ ગોવિંદભાઇ કાલરીયા ઉ.વ.61 રહે.માણાવદર વાળા આધેડ વ્યક્તિ પોતાનું મોટર સાઇકલ જીજે બીપી 3293 નંબરનું બાઈક લઈને જતા સમયે ગૌશાળા નજીક બે અજાણ્યા ઈસમો બાઈક પર આવ્યા હતા અને એક ઈસમ ત્યાં હાજર થયો હતો આમ ત્રણ ઈસમોએ પૂર્વ આયોજિત કાવતરું રચી દિનેશ ભાઈ કાલરીયા પાસે રોકડ રૂ.9.30 લાખનો થેલો ઝૂંટવી ફરાર થઇ જતા પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી ગયો હતો.
- Advertisement -

પોલીસ પ્રાપ્ત વિગત મુજબ માણાવદરમાં રહેતા દિનેશ કાલરીયા નામના આધેડ વ્યક્તિ પોતાનું બાઈક લઈને ગુણાતીત મીલમાંથી રૂ.9,30,000નુ કપાસનુ પેમેન્ટ લઇ પ્લાસ્ટીકના ઝભલામા રાખી તે પેમેન્ટનુ ઝભલુ આગળ ટાંકી ઉપર બન્ને પગ વચ્ચે રાખી અને જૂનાગઢ રોડ ઉપર સનલાઇટ કોટેક્ષ મીલમા ઉમેશભાઇ વિઠ્ઠલભાઇને ખેડુતોને આપવાનુ પેમેન્ટ રૂ.9,30,000 દેવા જતા હતા ત્યારે માણાવદર આઇટીઆઇ તથા ગૌશાળાથી થોડે આગળ જાંબુડા ગામના કાચા રસ્તે જવાના નાકા પાસે પહોચતા ત્યાં એક અજાણી નંબરની મોટર સાયકલમા ડબલ સવારીમાં બે આરોપીઓ આવી દિનેશભાઈને બાઈકને લાત મારી પછાડી દીધા હતા અને દિનેશભાઈ બાઈક પરથી કાબુ ગુમાવતા પડી જતા ત્યાં અગાઉ એક અજાણ્યો ઈસમ ઉભો હતો એવા સમયે દિનેશભાઈ કઈ સાંજે તે પેહલા રોકડ રૂ.9,30,000નું ઝભલુ જુંટવી ત્રણ ઈસમો ફરાર થઇ ગયા હતા આ લૂંટની ઘટનાની જાણ થતા કેશોદ ડીવાયએસપી સહીત માણાવદર પોલીસ સ્ટાફ સહીતનો કાફલો ઘટના સ્થેળ પોહચી સીસીટીવી સહીત ભાગી છુટેલા આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટિમો બનાવી સઘન તપાસ શરુ કરી છે.



