6700 બોટને વિશાળ જગ્યા મળશે, રોજગારીની તકો વધશે
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ ફેસ – 2 બંદરના વિકાસ માટે 226 કરોડ તેમજ સુત્રાપાડા નવું બંદર બનાવવા 358 કરોડ, માઢવાડ માટે 250 કરોડ ખર્ચાશે આમ ગીર સોમનાથ જિલ્લાના ત્રણ બંદરો વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 800 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે.જેમાં જિલ્લાના સૌથી મોખરે વેરાવળ બંદરને વિકસાવી 4500 બોટના પાર્કિંગ સહિતની પૂરતી સુવિધાઓ સાથે ફેસ-2ની કામગીરી માટે 226 કરોડનો ખર્ચ કરી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.વેરાવળથી 13કિમી દૂર સુત્રાપાડા નવું બંદર 358 કરોડનો ખર્ચ કરી 1200 બોટને પૂરતી સુવિધાઓ મળે તે રીતે વિકસાવવામાં આવશે.ઉપરાંત વેરાવળ બંદર થી 75 કિમી દૂર 1000 બોટની ક્ષમતા સાથે પૂરતી સુવિધાઓ સાથેનું માઢવાડ બંદર 250 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.આ ત્રણેય બંદરો લગભગ આવનારા 3 વર્ષ સુધી તૈયાર થશે અને જેના પરિણામે માછીમારોને પૂરતી સુવિધાઓ મળી રહેશે, બોટ પાર્કિગની સમસ્યા દૂર થશે અને ખાસી એવી રોજગારીની તકો પણ મળી રહેશે.