180 ગામોના ખેડૂતો 900 વાહનોમાં મગફળી લઇને આવ્યા: એક લાખ ગુણીની આવક થયા બાદ આવક બંધ કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના બેડી માર્કેટ યાર્ડ ખાતે રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના 180 ગામોમાંથી 900 જેટલા વાહનોમાં મગફળી ભરીને ખેડૂતો ઉમટી પડ્યા હતા. દરમિયાન 30 લાખ કિલો મગફળીની આવકથી યાર્ડના પ્લેટફોર્મ અને મેદાન છલકાઇ ગયા બાદ આવક અનિશ્ચિત મુદત સુધી બંધ કરવામાં આવી હતી. વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યું હતું કે આજથી મગફળીની આવકો બંધ કરી દેવામાં આવી છે એક લાખ ગુણીની આવક થતાં હવે યાર્ડમાં મગફળી રાખવાની જગ્યા ઉપલબ્ધ રહી નથી જેથી તાત્કાલિક અસરથી આવક બંધ કરી દેવામાં
આવી છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Twitter એકાઉન્ટને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
.
TWITTER – https://twitter.com/khaskhabarrjt
- Advertisement -
હવે પડતર જથ્થાનો નિકાલ થયા બાદ જ નવી આવક શરૂ કરાશે જેથી ખેડૂતો અને વેપારીઓની અનુકૂળતા અને યાર્ડની વ્યવસ્થા પણ જળવાઇ રહે.



