સિંહના ઝૂંંડ સામે બિન્દાસ ફરતો આખલો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.19
- Advertisement -
રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડીરાતે 3 સિંહો શિકારની શોધમાં આવી ચડ્યા હતાં. અનેક વખત રેઢિયાર પશુઓનું સિંહે શિકાર કર્યો હોય તેવી અનેક ધટનાઓ સામે આવી છે. પરંતુ કોવાયા ગામમાં એક એવી ધટના સામે આવી જેમા જોઇ શકાય છે કે,જંગલના રાજા આંખલા સામે ચક્કર લગાવતા હોય અને આંખલો સિંહના જુંડ વચ્ચે બિન્દાસ ઉભો હોય તેવો વિડિયો સામે આવ્યો છે. આંખલાનો શિકાર સામો હોવા છતાં સિંહો આંખલાનો શિકાર કર્યો ન હતો.
જોકે સિંહો વ્યક્તિ કે પશુ ઉપર હુમલાનો પ્રયાસ કરે છે પરંતુ અહીં આ વિસ્તારના આંખલાઓ હિંમતવાન સાબિત થયા છે. હાલમાં કોવાયા ગામનો વિડિયો સોશિયલ મિડિયામા ભારે વાયરલ થયો છે. ઉલ્લેખનિય એ છે કે, થોડા દિવસ અગાઉ સિંહોએ રેઢિયાર પશુનો શિકાર કર્યો હતો. રાજુલા-જાફરાબાદમાં અનેક વખત આંખલાઓ સિંહને ભગાડતા જોવા મળે છે.