જમ્મૂ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળોએ છેલ્લા 24 કલાકમાં થયેલા ઘર્ષણ દરમ્યાન ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સુરક્ષા દળોએ કુલગામના અહવાટૂ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. તે વિસ્તારના પોલીસ, સેના અને કેન્દ્રિય રિઝર્વ પોલીસ દળ સીઆરપીએફ દ્વારા એક સંયુક્ત રીતે ઘેરીને અને તપાસ કરવાનું શરૂ કર્યુ હતું. કુલગામમાં બીજા અભિયાનોમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણને ઠાર માર્યા, જેમાંથી એક પાકિસ્તાની હતો.
આતંકવાદીઓ પર કેટલાય કેસ દાખલ
તપાસ અભિયાન દરમ્યાન સેના અને પોલિસના સંયુક્ત અભિયાને સ્થળ પર છાપેમારી કરીને અંધાધુંધ ગોળીઓ ચલાવી. ત્યારબાદ સેનાની કાર્યવાહીમાં ઘર્ષણ થયું. પોલીસના જણાવ્યા અનુસાર, બંન્ને આતંકવાદીઓ પોલીસ, સુરક્ષા દળો પરના હુમલા અને નાગરિકો પરના અત્યાચાર સહિતના કેટલીય આતંકવાદી કાર્યવાહીમાં જોડાયેલા હતા.
- Advertisement -
Kulgam encounter | One more terrorist neutralised; total two terrorists neutralised so far. Incriminating materials including arms & ammunition recovered. Search operation underway: J&K Police
— ANI (@ANI) September 27, 2022
- Advertisement -
પાકિસ્તાની આતંકી અબુ હુરૈરા એન્કાઉન્ટરમાં ઠાર મરાયો
આ પહેલા સોમવારના જમ્મૂ-કાશ્મીરના પોલીસ, સેના અને સીઆરપીએફની સાથે મળીને કુલગામના બટપોરા ગામના વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સુચના મળ્યા પછી સંયુક્ત રીતે ઘેરી અને તપાસ અભિયાન શરૂ કર્યુ હતુ. છુપાયેલા આતંકવાદીઓથી બચવા માટે નાગરિકોની સાથે સંયુક્ત ટીમને પણ નિશાના પર હતા. સેનાના એક જવાન અને બે નાગરિકો પર ગોળીઓ વરસાવી હતી. આ ઘર્ષણ દરમ્યાન એક પાકિસ્તાની આતંકવાદીની ઓળખ અબુ હુરાહના રૂપે થઇ હતી. જે એખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો હતો.



