અમેરિકા સ્થિત ડૉ. રાજેશ-ઉષા પટેલના જન્મદિવસ નિમિત્તે 1લી થી 3જી નવેમ્બર દરમિયાન આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાંસ્કૃતિક, સામાજિક અને તબીબી ક્ષેત્રે અગ્રેસર રહેલી સરગમ ક્લબ રાજકોટ (કમાણી ફાઉન્ડેશન સહયોગી) દ્વારા અમેરિકા સ્થિત ડો. રાજેશભાઈ પટેલ અને ડો. ઉષાબેન પટેલના જન્મદિવસ નિમિત્તે ત્રિ-દિવસીય નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિ:શુલ્ક ફૂટ કેમ્પ તા. 1, 2 અને 3 નવેમ્બર, 2025 દરમિયાન યોજાશે.
- Advertisement -
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા મુજબ, નવા દર્દીઓની તપાસ માત્ર તા. 1 નવેમ્બર, શનિવારના રોજ જ કરવામાં આવશે. બાકીના બે દિવસ જુના દર્દીઓના ફિટિંગ, રિપેરિંગ અને પ્રશ્નોના નિરાકરણ માટે રહેશે. લાભ લેનાર દર્દીઓએ તેમની સાથે સરકાર માન્ય આધારકાર્ડ અને ડોક્ટરના વિકલાંગતા સર્ટિફિકેટની ઝેરોક્સ સાથે લાવવી ફરજિયાત છે. જરૂરિયાતમંદ વિકલાંગ દર્દીઓને આ નિ:શુલ્ક સેવાનો લાભ લેવા વિનંતી છે.
કેમ્પના મુખ્ય વિગતો:
તારીખ: 1-11-2025 થી 3-11-2025 (3 દિવસ)
સમય (નવા દર્દીઓ માટે): 1 નવેમ્બર, શનિવાર, સવારે 8:00 વાગ્યે (10 વાગ્યા પહેલા પહોંચવું આવશ્યક છે.)
સ્થળ: સરગમ ભવન, જામ ટાવર રોડ, નવી કલેક્ટર કચેરીની બાજુમાં, રાજકોટ.
સંપર્ક: 0281-2457168



