ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખાનગી મિલકત પર હોર્ડીંગ બોર્ડ મૂકવાની મંજૂરી આપવામાં આવે છે. આ કામે મંજૂરી લેનાર એડવર્ટાઇઝમેન્ટ એજન્સીએ દર વર્ષે નિયત કરવામાં આવ્યા મુજબની લાયસન્સ ફીની રકમ રાજકોટ મહાનગરપાલિકામાં ભરપાઇ કરવાની થાય છે.
ખાનગી હોર્ડીંગ બોર્ડની મંજૂરી મેળવેલ એજન્સીઓ પૈકી 3 એજન્સીઓ દ્વારા લાંબા સમયથી મહાનગરપાલિકાની બાકી લાયસન્સ ફીની રકમ ભરપાઇ કરી ન હોવાથી ત્રણેય એજન્સીઓને રાજકોટ મહાનગરપાલિકાની તમામ કામગીરી માટે પાંચ વર્ષ સુધી બ્લેકલીસ્ટ કરવામાં આવી છે. જેમાં કૃતિ આર્ટ, બાકી રકમ રૂા. 86,158, એસ.પી.મીડિયા, બાકી રકમ રૂા. 80,000 અને હરિ ઇન્ફોનેટ, બાકી રકમ રૂા. 3,53,934નો સમાવેશ થાય છે. એજન્સીઓની બાકી રકમ વ્યાજ સહિત વસૂલવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્ટમાં દાવો દાખલ કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ રાજકોટ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની અખબારીમાં યાદીમાં જણાવાયું છે.
મનપા દ્વારા બાકી લાયસન્સ ફીની રકમ ભરપાઇ ન કરનાર 3 એજન્સીઓ બ્લેક લીસ્ટ
