ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ચકચારી મજેવડી કાંડના બે મુખ્ય આરોપી સહિત 3 શખ્સોએ ગઇકાલે કોર્ટમાં સરન્ડર કર્યુ હતુ અને ત્યારબાદ કોર્ટે તપાસ કરતા ક્રાઇમ બ્રાંચના પીઆઇને સોંપ્યા હતા. પોલીસે કસ્ટડીમાં લઇને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલી દરગાહ નજીક ગત જુન માસમાં પોલીસ પર હુમલા અને વાહનોમાં તોડફોડ મામલે ટોળા સામે ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ફરાર રાજુ સાંધ, અશરફ હાલા અને આરીફ સમાએ કોર્ટમાં સરન્ડર કર્યુ હતુ.
જૂનાગઢના મજેવડી કાંડના 3 આરોપીઓનું કોર્ટમાં સરેન્ડર
