રાણીબાનું પોલીસ સામે સરેન્ડર
5 આરોપીના નામજોગ સહિત 12 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો
- Advertisement -
હજુ એક આરોપી પરીક્ષિત પટેલને તેમજ અન્ય આરોપીને ઝડપવા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની રવાપર ચોકડીએ મારામારી અને એટ્રોસિટી કેસમાં 5 આરોપીઓએ આગોતરા જામીન અરજી કરી હતી. જેને કોર્ટે રદ કર્યા બાદ પોલીસે ગઈકાલે એક આરોપીને ઝડપી લીધો હતો. જે કેસમાં આજે મુખ્ય આરોપી સહિતના વધુ 3 આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. તો અન્ય એક આરોપીની શોધખોળ હાલ ચાલુ છે.
મોરબીની રવાપર ચોકડીએ પગારની માગ કરનાર દલિત યુવકને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 5 આરોપીના નામજોગ તેમજ 7 અજાણ્યા સહિતના 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત પટેલ અને ડી.ડી રબારી એમ 5 આરોપીઓની કોર્ટમાં આગોતરા જમીન અરજી રદ કરી હતી. આ દરમિયાન પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી રહી હતી. જેમાં આરોપી ડી.ડી રબારીને ગઈકાલે ઝડપી લેવામાં આવ્યો હતો. તો અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી હતી.
જેમાં આજે મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હજુ આરોપી પરીક્ષિત પટેલને તેમજ અન્ય આરોપીને ઝડપવા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વિભૂતિ પટેલના ઇન્સ્ટાગ્રામ ફિક્ષશબફ07 પર ગત તા.3/9/2022ના રોજ એક વીડિયો અપલોડ થયો હતો. જેમાં વિભૂતિ પોતાના જન્મદિવસે જાહેર જગ્યામાં બે ટેબલ ઉપર અલગ અલગ ફોટાઓ તથા રાણીબા નામવાળી ઘણી બધી કેક ગોઠવી તલવાર વડે કેક કાપતા હોય એવું જોવા મળ્યું હતું. જેથી પોલીસે આ ફરિયાદના આધારે આરોપી વિભૂતિ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.