ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ જિલ્લામાં ગઈકાલ સાંજના સમયે 3.5નો ધરતીકંપનો આચકો આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ હતી ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જણાવ્યા અનુસાર આ ધરતીકંપ 3.5ની તીવ્રતાનો હતો અને તેનું કેન્દ્ર બિંદુ માંગરોળથી 27 કિલો મીટર દૂર ઉત્તર પૂર્વ દિશા તરફ હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં ભૂકંપના આચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો આ ધરતીકંપના આંચકો જૂનાગઢ જિલ્લાના માંગરોળ, માળીયા હાટીના, કેશોદ સાથે ગીર પંથકના ગામડાઓમાં અનુભવાયો હતો જોકે આ ધરતીકંપના આંચકાથી કોઈ જાનહાની કે નુકશાનીના સમાચાર નથી.