ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં 31,000 થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, ઇજઞઙ – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા તા.01/01/2023 થી તા.31/01/2023 સુધીમાં રૂ.28.04 કરોડની આવક થતા મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ ગઈ છે. જ્યારે તા.01/04/2022 થી તા.31/01/2023 સુધીમાં રૂ.239.80 કરોડ ની આવક આવાસના હપ્તા પેટે કરવામાં આવી હતી.