વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રીકવરી ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરાઇ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ વેરા વસુલાત શાખાએ વર્ષ 2023-2024ની રીકવરી ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં સીલીંગ અને રીકવરીની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 2 મિલ્કતોને સીલ કરવામાં આવી છે અને 19 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ ફટકારવામાં આવી છે. ઉપરાંત 8.56 લાખનો વેરો વસૂલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,51,419 મિલ્કત ધારકોએ 274.88 કરોડ વેરો ભર્યો છે.
આ કામગીરી મેનેજર સિદ્ધાર્થ પંડયા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ. પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ શહેરના વોર્ડ નં.1, વોર્ડ નં.5, વોર્ડ નં.6, વોર્ડ નં.7, વોર્ડ નં.8, વોર્ડ નં.12, વોર્ડ નં.13 અને 14માં સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.
3,51,419 મિલ્કત ધારકોએ 274.88 કરોડ વેરો ભર્યો
