દ્વિવાર્ષિક વજન-માપના સાધનોની ચકાસણી
દંડ સ્વરૂપે રૂ.91.25 લાખની મુદ્રાંકન ફી વસૂલાઈ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે રાજકોટ જિલ્લાના કાનૂની માપ વિજ્ઞાન કચેરી દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં 2,700થી વધુ ટેન્કરોમાં તોલમાપની તપાસ કરાઈ તો 6 માસમાં 310 પેટ્રોલ-પમ્પ તથા 42 સી.એન.જી. પમ્પમાં તપાસ કરી દંડ સ્વરૂપે રૂ. 91.25 લાખની મુદ્રાંકન ફીની વસૂલાત કરવામા આવી છે.
ગ્રાહકોના છેતરાય નહિ અને તોલમાપમાં તેમને ઓછો માલ ન મળે તે હેતુથી રાજકોટ જિલ્લા કાનૂની માપ વિજ્ઞાન કચેરીના વિભાગીય નિરીક્ષકો દ્વારા વર્ષ દરમિયાન જીલ્લામાં આવેલા વિવિધ વ્યાપારી એકમોના વાર્ષિક તેમજ દ્વિવાર્ષિક વજન-માપના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સરપ્રાઈઝ ચેકીંગ કરી કાયદા/નિયમોનાં ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેના ભંગ બદલ માંડવાળ ફી વસૂલ કરવામાં આવી હતી.
જે અંતર્ગત રાજકોટ જિલ્લાના કાનૂની માપ વિજ્ઞાનના મદદનીશ નિયંત્રક દ્વારા જિલ્લામાં એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધીમાં 312 પેટ્રોલપંપોમાં તપાસ કરીને રૂ. 35.75 લાખ રૂપિયાની ફી જ્યારે 42 ઈગૠ પંપોમાં તપાસ કરીને રૂ.3.66 લાખ રૂપિયાની મુદ્રાંકન ફીની વસૂલાત કરવામાં આવી હતી.
આ સાથે રાજકોટ જિલ્લામાં વર્ષ 2021- 22માં 1,745 ટેન્કરોની તપાસ કરીને રૂ.29.13 લાખ રૂપિયાની ફી જ્યારે વર્ષ 2022ના એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 961 ટેન્કરોની તપાસ કરીને રૂ .16.06 લાખ રૂપિયાની ચકાસણી મુદ્રાંકન ફી વસૂલ કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં વર્ષ 2021- 22માં 15,260 મિકેનિકલ વજનમાપ સાધનોની ચકાસણી કરીને રૂ .4.29 લાખ રૂપિયા જ્યારે વર્ષ 2022માં એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 5,998 સાધનોની ચકાસણી કરીને રૂ.2.36 લાખ રૂપિયાની મુદ્રાંકન ફીની વસૂલાત કરવામાં આવી હતી.