મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ મોસ્ટ વોન્ટેડ આતંકી સાજિદ મીરની પાકિસ્તાનમાંથી જીવતો ધરપકડ કરવામાં આવી છે.પાકિસ્તાને અગાઉ કહ્યું હતું કે સાજિદ મીર મરી ગયો છે.
- Advertisement -
પાકિસ્તાને 2008ના મુંબઈ આતંકી હુમાલના માસ્ટર માઈન્ડ સાજિદ મીરની ધરપકડ કરી છે.
લહોરની આતંકવાદ વિરોધી કોર્ટે સાજિદ મીરને 15 વર્ષની સજા સંભળાવી છે. આતંકવાદ સાથે જોડાયેલા એક વરિષ્ઠ વકીલે જણાવ્યું કે, આ મહિનાની શરૂાતમાં લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટે પ્રતિબંધિત લશ્કર-એ-તોયબાના આતંકવાદીને સાજિદ મીરને 15 વર્ષની સજા સંભળાવી હતી. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર ટેરર ફંડિંગ કેસમાં આ સજા સંભળાવવામાં આવી હતી.
સાજિદ મીર FBIની મોસ્ટ વોન્ટેડ આતંકીઓની યાદીમાં સામેલ છે.
- Advertisement -
પાકિસ્તાન હંમેશા સાજિદ મીરની હાજરીનો ઈનકાર કરતું આવ્યું છે. પાકિસ્તાની સરકારે એવો દાવો પણ કર્યો હતો કે, તેનું મોત નીપજ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સાજિદની અટકાયતથી પાકિસ્તાન આતંક લઈને લાગેલા ડાઘ સાફ કરવા માંગે છે. FBIએ સાજિદ મીર પર 50 લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. અમેરિકા અને ભારત બંને લગભગ એક દાયકાથી તેની શોધ કરી રહ્યાં છે. સાજિદ મીર સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલો છે. સાજિદ મીર મુંબઈ પર થયેલા 26/11ના હુમલાનો માસ્ટર માઈન્ડ પણ છે. આ હુમલામાં લગભગ 170 લોકોના મોત નીપજ્યા હતા. જેમાં મુખ્યત્વે ભારતીયો , 6 અમેરિકનો અને જાપાન સહિત અનેક સ્થળોના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનને સત્તાવાર રીતે પુષ્ટિ કરી નથી
એક મીડિયા રિપોર્ટ અનુસાર FBIના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સાજિદ મીર જીવતો છે. હાલ તે પાકિસ્તાનની કસ્ટીડમાં છે. પાકિસ્તાનની કોર્ટે તેને સજા ફટકારી છે. એક પૂર્વ પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારત અને અમેરિકાને કહ્યું હતું કે, મુંબઈ હુમલાનો આરોપી સાજિદ મીર કાં તો મરી ગયો છે અથવા તો તેના ઠેકાણાની જાણકારી નથી. જો કે, પાકિસ્તાને હજુ સુધી મીરની ધરપકડની સત્તાવાર જાહેરાત કરી નથી.
Pakistan arrested mastermind of 2008 Mumbai terrorist attacks Sajid Mir?
Read @ANI Story | https://t.co/zzoLD3qVG1#MumbaiAttack #SajidMir #Pakistan #FATF pic.twitter.com/6DQOR6dTpz
— ANI Digital (@ani_digital) June 25, 2022
FATFની ગ્રે સૂચિમાંથી બહાર નીકળવાની યોજના છે
સાજિદ મીરની ધરપકડ કરીને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર પર બતાવવા માંગે છે કે તે આતંકવાદ વિરૂદ્ધ કામ કરી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે. જૂન 2018થી પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં છે. આ વખતે જર્મનીમાં યોજાયેલી બેઠકમાં FATF કહ્યું હતું કે, તે પાકિસ્તાનના ગ્રાઉન્ડ વેરિફિકેશન અને તેને ગ્રે લિસ્ટમાંથી દૂર કરવા અંગે નિર્ણય આપશે.
સાજિદ મીર મુંબઈ હુમાલના પ્રોજેક્ટ મેનેજર છે
FBIના દાવો છે કે, મીરે 2008 થી 2009 દરમિયાન ડેનમાર્કમાં એક અખબાર અને તેના કર્માચારીઓ વિરૂદ્ધ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડ્યું હતું. 2011માં શિકાગોની અદાલતે તેમના પર આતંકવાદના આરોપોનો આરોપ મૂક્યો હતો. ડિસેમ્બર 2021માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સાજિદ મીરને મુંબઈના હુમલાના પ્રોજેક્ટ મેનેજર તરીકે વર્ણવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેઓ પાકિસ્તાનના સ્વતંત્ર રીતે રહે છે.
પાકિસ્તાને જેહાદી નેતાઓની ધરપકડ કરી
વોશિંગ્ટનમાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અને હાલમાં વોશિંગ્ટનમાં હડસન ઇન્સ્ટીટ્યૂટમાં દક્ષિણ અને મધ્ય એશિયાના નિર્દેશક હુસૈન હક્કાનીએ કહ્યું કે લાગે છે કે પાકિસ્તાને હવે FATFના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે નિયમોનું પાલન કર્યું છે. આનો અર્થ એ થયો કે કેટલાક ભારત વિરોધી જેહાદી નેતાઓ કે જેમના વિશે પાકિસ્તાને અગાઉ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો તેમને હવે શોધી કાઢવામાં આવ્યા છે અને તેમની અટકાયત કરવામાં આવી છે.