સોશિયલ મીડિયા પ્રભાવક ઓરીએ ₹252 કરોડના MD ડ્રગ કેસમાં સમન્સ પાઠવ્યા બાદ મુંબઈ પોલીસ પાસે વધુ સમય માંગ્યો છે, તેણે કહ્યું કે તે 25 નવેમ્બર સુધી અનુપલબ્ધ છે. પોલીસ તેની વિનંતી પર વિચાર કરી રહી છે. ઓરીનું નામ આરોપી સલીમ શેખે રાખ્યું હતું, જેમણે દાઉદના ભત્રીજા અને ડ્રગ પાર્ટીઓ સાથે તેના સંબંધો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ તપાસમાં હવે બોલિવૂડ અને રાજકીય હસ્તીઓને બોલાવવામાં આવી શકે છે.
મુંબઈના 252 કરોડના ડ્રગ્સ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરહાન અવાત્રામણિ જેને લોકો ઓરી નામે ઓળખે છે. તેને મુંબઈની એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યો છે. તેને ગુરુવારે સવારે 10 વાગ્યે ઘાટકોપર યુનિટની ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમન્સ તપાસ પ્રક્રિયાનો એક ભાગ છે. જેમાં ઓરી સાથે એ દાવાઓને લઈને પૂછપરછ કરવામાં આવશે. જે મુખ્ય આરોપી સોહેલ ઉર્ફે લવિશ શેખની પૂછપરછમાં થયા હતા.
પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ હાઈ પ્રોફાઈલ તપાસમાં કોઈ પણ નિવેદનને ત્યારે જ માનવામાં આવે છે જ્યારે તેની પાછળ ખાસ પુરાવાઓ હોય. જેથી ઓરીને સમન્સ મોકલવો એક સામાન્ય તપાસ પ્રક્રિયા છે.
પોલીસે તપાસ હાથ ધરી તો સામે આવ્યું હતું કે આ આખું નેટવર્ક ડ્રગ માફિયા સલીમ ડોલાના ઈશારાઓ પર ચાલતું હતું. જે કથિત રીતે દાઉદ ઇબ્રાહિમ સિન્ડિકેટ સાથે જોડાયેલો હતો. આ કેસના મુખ્ય આરોપી સોહેલ શેખને પોલીસ આ કેસનો કોઓર્ડિનેટર માને છે. તેના પર ફેક્ટરીઓ, પેડલર્સ અને સપ્લાય ચેન જોડવાના આરોપ છે. સોહેલ શેખે પૂછપરછમાં એવો દાવો પણ કર્યો કે તે ભારતમાં અને વિદેશમાં રેવ પાર્ટીઓનું આયોજન કરતો હતો. જેમાં ડ્રગ્સની સપ્લાય થતી હતી. તેણે અમુક હાઈ પ્રોફાઈલ નામ પણ લીધા હતા જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે.




