ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત શહેરના મધ્યમાં રામનાથપરા મુક્તિધામમાં જાન્યુઆરી 2024થી જૂન 2024 સુધીમાં 2500 લોકોને અગ્નિદાહ અપાયા હતા. તેમના અસ્થિ પૂજનનો કાર્યક્રમ રવિવારે સવારે 8-30થી 10-30 વાગ્યા સુધી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ યોજાયો હતો. મૃતકોના તમામ સ્વજનોને સરગમ ક્લબ દ્વારા વ્યક્તિગત પત્ર લખી રવિવારે અસ્થિપૂજન માટે બોલાવાયા હતા. જેમાંથી 1200 જેટલા લોકો અસ્થિપૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા. કુલ 2500 અસ્થિઓનું પૂજન કરાયું હતું. સરગમ ક્લબ આગામી તારીખ 9મી જૂલાઈએ તમામ અસ્થિઓનું વિસર્જન કરવા હરિદ્વાર રવાના થશે અને 11મી જૂલાઈએ દરેક મૃતક વ્યક્તિનું નામ બોલી-બોલીને અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરાશે.
ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે સરગમ કલબના દરેક હોદ્દેદાર સ્વખર્ચે અસ્થિનું વિસર્જન કરવા હરિદ્વાર જશે. સમગ્ર અસ્થિપૂજનની વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન નીચે અને મુક્તિધામના ઇન્ચાર્જ રમેશભાઈ અકબરી સાથે મનસુખભાઈ ધંધુકિયા, જગદીશભાઈ કિયાડા, સુરેશભાઈ દેત્રોજા, દીપકભાઈ શાહ, જયસુખભાઈ ડાભી, કનૈયાલાલ ગજેરા, પંકજભાઈ રાઠોડ, હરેશભાઈ છોટાળા, ગુણવંતભાઈ ભટ્ટ, મનમોહનભાઈ પનારા, નરેન્દ્રભાઈ આડેસરા, કિરીટભાઈ આડેસરા, ધીરુભાઈ હિરાણી, રાજેન્દ્રભાઈ શેઠ, અનવરભાઈ ઠેબા અને લેડીઝ ક્લબમાં જયશ્રીબેન વ્યાસ, ગીતાબેન હિરાણી, દેવાંશીબેન શેઠ, જસુમતીબેન વસાણી, અલ્કાબેન ધામેલીયા, નીતાબેન પરસાણા, ભાવનાબેન મહેતા, હીનાબેન પારેખ, નીતાબેન પરસાણા, કૈલાસબા વાળા, દિવ્યાબેન ઉમરાણીયા, નીશાબેન ખંધેડીયા, મીનાબેન ડોડીયા, નિશાબેન વાઘેલા તમામ કમિટી મેમ્બરે વ્યવસ્થા સંભાળી હતી.