ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદર હિન્દુ સનાતન સંસ્કૃતિમાં અને તમામ પુરાણો તથા શાસ્ત્રોમાં જેનું ખુબજ મહત્વ દર્શાવવામાં આવ્યું છે, તેવા અતિ ગુણકારી અને પવિત્ર ” તુલસીજી ” પોરબંદરના તમામ ઘરોમાં કાયમ બિરાજે એવા સુંદર ભાવ સાથે સદ્દભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા “હર ઘર તુલસીજી” સેવાકાર્ય અંતર્ગત દાતા પાયોનિયર ક્લબ, સાગરપુત્ર સમન્વય, લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુના પ્રવીણભાઈ ખોરાવા, સ્વ. ભીખુભાઇ પોપટલાલ મજીઠીયા પરિવાર અને સ્વ. દિલીપભાઈ પોપટલાલ મજીઠીયા પરિવારના આર્થિક સહયોગથી વિનામૂલ્યે તુલસીજી 250 તૈયાર કુંડાના વિતરણનો ત્રીજો રાઉન્ડ યોજાયેલ હતો. જેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ લીધો હતો.