DH કોલેજ મેદાન પર ભવ્ય આયોજન; સિનિયર સિટીઝન સહિત તમામ ક્લબના સભ્યોએ રાસનો આનંદ માણ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
મારવાડી યુનિવર્સિટી/ચંદારાણા ગ્રૂપના સહયોગથી સરગમ પરિવારના સભ્યો માટે આયોજિત વાર્ષિક રાસોત્સવ તા. 03/10/2025 ને શુક્રવારે ડી.એચ. કોલેજના મેદાનમાં ભવ્ય રીતે સંપન્ન થયો હતો. સરગમ જેન્ટ્સ ક્લબ, લેડીઝ ક્લબ, સિનિયર સિટીઝન ક્લબ, કપલ ક્લબ અને ઇવનિંગ પોસ્ટના હજારો સભ્યો એક જ મેદાનમાં એકસાથે ઝૂમી ઊઠ્યા હતા.
આ રાસોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે, કાર્યક્રમના અંતે કુલ 250 ખેલૈયાઓને આકર્ષક ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, ઇનામ વિજેતાઓની વિગતો નીચે મુજબ છે: 100 બહેનો, 75 દંપતી, 25 ભાઈઓ, 25 વડીલો (સિનિયર સિટીઝન),25 ઇવનિંગ પોસ્ટના સભ્યો. આ રાસોત્સવમાં મોટી ઉંમરના વડીલો પણ ઉત્સાહભેર ગરબે રમ્યા હતા અને ઇનામો મેળવીને ઉત્સવનો આનંદ માણ્યો હતો. કાર્યક્રમમાં મનસૂરભાઈ અલી ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા મેલોડી કલર્સ દ્વારા દીપકભાઈ પંડ્યા, નિલેષભાઈ પંડ્યા, પ્રિયાબેન જોશી, હેમાન્દ્રીબેન ત્રિવેદી, ભાવનાબેન સોની સહિત કલાકારોએ કી-બોર્ડ પર તુષારભાઈ ગોસાઇના સથવારે પોતાની કલા રજૂ કરી હતી.
મુખ્ય મહેમાનો તરીકે હરેશભાઈ લાખાણી, જશવંતસિંહ ભટ્ટી, મહેશભાઇ રાજપુત, પરેશભાઈ દવે, ડો. રાજેશભાઈ તેલી, મનોજભાઇ ઉનડકટ, મિતલભાઈ ખેતાણી, અનુપમભાઈ દોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. નિર્ણાયક તરીકે કાશ્મીરાબેન નથવાણી, જ્યોતીબેન રાજ્યગુરુ, જયશ્રીબેન સેજપાલ, માયાબેન પટેલ, હિનાબેન દવે, કોમલબેન મહેતા, ભાવનાબેન બગડાઇ અને સોનલબેન બગડાઇએ સેવા આપી હતી. આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, કેતનભાઈ મારવાડી, જીતુભાઈ ચંદારાણા, હરેશભાઈ લાખાણી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઇ ડાભી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, જશુમતીબેન વસાણી, ડો. માલાબેન કુંડલિયા અને ડો. અલકાબેન ધામેલિયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.