કોર્ટના આદેશથી ચાર ઉમેદવારોના પરિણામો સીલબંધ કવરમાં રખાયેલા
બે ઉમેદવારો કૃષિ યુનિ.ના ડેપ્યુટી ડિરેક્ટરની પરીક્ષામાં પાસ નીકળ્યા
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં ડેપ્યુટી ડિરેકટરની પોસ્ટ માટે જીપીએસસી દ્વારા 25 વર્ષ પહેલાં લેવાયેલી પરીક્ષાના પરિણામ સીલ બંધ કવરમાં રાખેલું જે હાઈકોર્ટના એક્ટિંગચીફ્ જસ્ટિસની ખડપીઠ દ્વારા ખોલવામાં આવેલ જેમાં, ચાર અરજદારોમાંથી બે ઉમેદવારો પાસ થયેલા. જો કે, હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, ઉમેદવારો નિવૃત્તિના આરે આવી ચુક્યા છે, જેથી તેમને આ પોસ્ટ માટે નિમણૂંક આપવાનો હવે કોઈ અર્થ જણાતો નથી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટકોર કરેલી કે આટલા વર્ષો બાદ અરજદારને આ પરિણામમાં કેમ રસ છે જેના જવાબમાં અરજદારની રજૂઆત હતી કે, તેમણે આપેલી આ પરીક્ષામાં શું પરિણામ આવ્યું છે તે તેમને જાણવું છે, જો તેઓ પાસ થયા હોય તો અન્ય મળવા પાત્ર લાભ મળી શકે કે કેમ તે જાણવું છે. જો કે, હાઇકોર્ટે ટકોર કરેલી કે આ મુદ્દો એકેડેમિક છે. સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત હતી કે જીપીએસસી દ્વારા વર્ષ 1997માં કૃષિ યુનિવર્સિટી ડેપ્યુટી ડિરેક્ટરની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડેલી.
જેમાં અરજદારોએ અરજી કરેલી જો કે, તેઓ પોસ્ટ માટેની નિયત 30 વર્ષની વયમર્યાદા વટાવી ચૂક્યા હોવાથી, તેમની અરજી નકારી દેવાયેલી આથી આ અરજદારોએ વર્ષ 1998માં ભરતી માટેના સ્લેબને પડકારેલા જે અરજીને હાઈકોર્ટે સ્વીકારેલી અને આ તેમના પરિણામને સીલ કવરમાં રાખવા આદેશ કરેલો. જોકે આ પછી બે દાયકા સુધી આ અરજી હાઈકોર્ટમાં પડતર રહી હતી. ચાર અરજદારમાંથી એક અરજદાર નિવૃત્ત થયેલા છે અને બે અરજદાર અલગ અલગ કૃષિ યુનિવર્સટીમાં નોકરી કરે છે અને એક સેલ્ફ્ એમ્પ્લોઇડ છે. આ તમામની ઉંમર 55થી 58 વર્ષ વચ્ચેની છે.
25 વર્ષે ખબર પડી તે GPSC પાસ છે, નિવૃત્તિ આરે એચસીએ નોકરી
