વેરાવળ પોલીસે પુરી રકમ પાછી અપાવી
ખાસ-ખબર સંવાદદાતા
હાલના સમયમાં ભણેલા લોકોને લોભામણી લાલચો આપી છેતરી રૂપિયા પડાવવાના સાયબર ફ્રોડના બનાવો મોટા પ્રમાણમાં બનતા હોય છે. જેમાં વેરાવળનાં શામળદાસભાઇ હીરાદાસભાઇ અગ્રાવત પોતાના મોબાઇલ નંબર ઉપર ઇલેકટ્રીક સીટી લાઇટબીલ ભરવા માટેનો મેસેજ આવતા પોતાએ તેમા ફોન કરી ઇલેકટ્રીક સીટી લાઇટબીલ ભરવા બાબતે વાતચીત કરતા પોતાને ઓનલાઇન બીલ ભરી આપેલ હોવા છતા પણ અપડેટ થયેલ નથી તેવુ ફોન ઉપર જણાવી અરજાદર પાસેથી ફોન ઉપર બેન્કની ડીટેઇલ લઇ અરજદારના ખાતામાંથી રૂા.25 હજાર ઉપાડી લીધા હતા. સાયબર સેલ દ્વારા ફ્રોડની રકમ હોલ્ડ થઇ હતી. બેન્ક સાથે સંપકલનમાં રહી કાર્યવાહી કરતા જેના પરિણામ રૂપે તેઓની ફ્રોડ થયેલ પુરે પુરી રકમ રિફન્ડ અપાવી વેરાવળ પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ.