દરરોજના મહાપ્રસાદના દાતા પુજારા ટેલિકોમ પ્રા.લિ.નાં ચેરમેન યોગેશભાઈ પુજારા અને મેનેજીંગ ડિરેક્ટર રાહિલભાઈ પુજારાએ દર્શનનો લાભ લીધો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહે2માં ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ ‘સર્વેશ્ર્વર ચોક’ માં સતત સાતમાં વર્ષે ‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા સવા2ે 11 વાગ્યે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી તથા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ પ્રથમ મહાઆરતી ‘સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ’ ના દરેક સભ્યોએ આરતી કરી હતી તથા આરતી પુર્ણ થયા બાદ સત્યનારાયણની કથાનું આયોજન ક2વામાં આવેલ હતું. દર વર્ષની જેમ આ વર્ષે પ્રથમ દિવસે પણ 20થી 25 હજાર ભકતોએ આરતી તથા દર્શનનો લાભ લીધેલ હતો.
- Advertisement -
આ વર્ષે દ22ોજની મહાપ્રસાદીના દાતા દેશભરમાં 350થી વધારે આઉટ લેટ ધરાવતા ‘પુજારા ટેલીકોમ પ્રા. લી.’ના ચેરમેન શ્રી યોગેશભાઈ પુજારા તથા મેનેજીંગ ડાયરેકટર શ્રી રાહીલભાઈ પુજારાએ તેમની પુત્રી સાથે દર્શનનો લાભ લીધો હતો. ઉપરોકત સમગ્ર આયોજન જે આ વર્ષે ‘બદ્રીનાથ મંદીરના પટાંગણ’ની થીમ ઉ52 આધારીત છે. તેને ભવ્યાતિ ભવ્ય બનાવવા માટે સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યોએ પોતાની પુરતી મહેનત અને ખંતથી કાર્ય કરી રહ્યા છે.