આ લોકો પૂરગ્રસ્ત નહેરમાંથી ઝડપથી પસાર થવાનો પ્રયાસ કરતાં નજરે ચઢ્યાં
કેટલાક લોકોના ગળા સુધી પાણી આવી ગયેલું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પૂરથી ખેદાન મેદાન થઈ ચૂકેલા તેલંગાણાના એક ગામમાં ઓછામાં ઓછા 25 લોકોએ એ સુનિશ્ચિત કરવા માટે તેમનો જીવ જોખમમાં મૂક્યો કે એક 75 વર્ષીય વ્યક્તિને સન્માનજનક વિદાય આપી શકે.
એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકોના એક સમૂહને શબને ઊઠાવીને પૂરગ્રસ્ત નહેરમાં ઝડપથી વહેતા પાણી વચ્ચેથી પસાર થતાં શ્મશાન ઘાટ સુધી પહોંચવાનો પ્રયાસ કરતાં જોઈ શકાય છે.
કેટલાક લોકોના ગળા સુધી પાણી આવી ગયેલું પણ દેખાય છે. લોકો સાવચેતી આગળ વધી રહ્યા હતા અને એકબીજાનો જુસ્સો પણ વધારી રહ્યા હતા. તે બધા લોકો તેજ વહેણમાં વહી ન જાય એટલા માટે સંપૂર્ણ સાવચેતી રાખતા પણ દેખાયા હતા. આ ઘટના તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લાના વેચરાની ગામમાં બની હતી. અહીં છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા સતત વરસાદને કારણે ગામમાં શ્મશાન ઘાટના રસ્તે પાણી ભરાઈ ગયું હતું.